________________
ગામડામાં રેજી માટે શું થઈ શકે? A
[૧૨૭] રહે છે. કામ કરવાની તત્પરતા હોવી જોઈએ અને શ્રમયજ્ઞનો મહિમા શીખવો જોઈએ.
ઉપર તે ફક્ત સામાન્ય ચાલું કામકાજને નિર્દેશ કરે છે. આ બધા કામે સ્ત્રીઓ, પુરુ, બાળકે સૌ કોઈ કરી શકે અને શીખી શકે તેમ છે, પણ ખોટી શરમ, મોટાઈને ડોળ, કામની કાયરતા કે આળસ જ જે આપણામાં ભર્યા હોય તે આપણું ઉદ્ધારને કોઈ રસ્તો કે ઈલાજ નથી. ગરીબ કે શ્રીમંત સૌએ સંગ પ્રમાણે શ્રમ કરવો જ જોઈએ. ગરીબાઈ એ ગુન્હ નથી, નિર્ધનતા છુપાવવી તેમાં મહાન પાપ છે, દંભીને દયા કે મદદ માંગવાને અધિકાર નથી, આળસુને વિના મહેનતે સહાય આપવી તે પણ એક પ્રકારનો સમાજદ્રોહ છે, કેમકે તેનાથી સમાજની અવદશા થાય છે, એટલે દાનવીરે અને જાહેર કાર્યકરોએ ખાસ એ જોવાનું રહે છે કે સહાય એ રીતે અને એવા માણસને આપવી કે જે થોડા સમય આપવાથી તે માણસે કાયમને માટે જાતમહેનતથી કામધંધે કે મજૂરી કરી છે કમાઈ શકે અને સ્વાશ્રયી બને. ૮. દેજના પાર પાડવા માટે શું શું કરવું જોઈએ?
૧. જે જે સેવાભાવી આજીવન કાર્યકરે હોય તેઓના મધ્યસ્થ મંડળે (સેવા સંઘે) આખી જનાને સર્વાગે અને સર્વાશે તપાસી જઈને છેવટનું યોજનાનું સ્વરૂપ નક્કી કરીને પછી તેને અમલ અને પ્રચાર કરવા માટે સૌરાષ્ટ્રના ગામડે ગામડે પગપાળા મુસાફરી કરવી જોઈએ અને પ્રત્યેક ગામમાં બેચાર ઉત્સાહી યુવકેની સ્થાનિક સમિતિ નીમવી જોઈએ અને સ્થાનિક સંજોગોમાં કેટલા કુટુંબ મદદને લાયક છે અને તેઓને સ્થાનિકમાં કયું કર્યું કામ શીખવીને કમાતા કરી શકાય તેમ છે તે પ્રત્યક્ષ નિરીક્ષણ અને ચર્ચા કરી નક્કી કરવું જોઈએ. આ રીતે સમસ્ત સૌરાષ્ટ્રનું વસ્તીપત્રક અને સ્થિતિ પત્રક તૈયાર કરવું જોઈએ. આ કામ માટે વરસને સમય પૂરો થશે.