________________
[૧૬૪]
અનુભવ-વાણી અને લગ્ન ભરણાદિ પ્રસંગેમાં ગાંડાતૂર ન થઈ જાય તે તેઓએ જોવાનું છે. ચાની આદત, સિનેમાના શોખ, શહેરી જીવનની ટેવો કે સાઈકલ મટરની મુસાફરી વિગેરેનું તૂત ન લાગે અને પૈસે સાચવી ખેતી સુધારે, સંતતીને જરૂર પૂરતું ભણાવે, પશુધનને પાળે, દેશના હિત ખાતર કામ કરે અને લોકહિતના કામમાં પૈસા ખરચે તે ગુજરાતમાં જેમ વિઠલ કન્યા વિદ્યાલય કે વલ્લભ વિદ્યાલય જેવી મહાન સંસ્થાઓ પાટીદાર કોમે ઊભી કરી છે તેમ સૌરાષ્ટ્રને આંગણે આપણા ખેડૂત શા માટે ન કરી શકે ? સરકાર કે દેશસેવકે ખેડૂતોને આ વાત સમજાવશે ?
૨. વેપારી-કન્ટ્રોલ આયાત નિકાસનું નિયમન કે પ્રતિબંધ, કાચા માલની અછત, મજૂરો ત્રાસ, કામના કલાકનું નિયંત્રણ, વેપારમાં સખત હરિફાઈ નાણાંનું વધુ પડતું રોકાણ અને વ્યાજને વધુ પડતો બેજે, ધીરધાર અને શરાફીને અભાવ, નફાખોરી માનસ, ઘરાકને લૂંટવાની વૃત્તિ, નવીન વસ્તુમાં અનેકગણો નફે લેવાની લાલસા અને કબરના માલના ભરાવાથી અને લોકોને રોજ ને રાજ બનતી નવી નવી ફેશનેબલ ચીજ વસ્તુઓને વધતો જતે મેહઆ બધાથી પાસ ઘેરાયલે વેપારી, કરેળીયાની જાળની જેમ વધુ ને વધુ ફસાય છે, ચિંતાગ્રસ્ત રહે છે, રીબાય છે અને રહેંસાય છે, લડાઈ થાય, લડાઈની સાચી ખોટી ધામધુમ રહ્યા કરે, માલના ભાવની વધઘટ થયા કરે, સંઘરાખેરી વૃત્તિથી માલની કૃત્રિમ અછત ઊભી થાય અને મેટ ન થાય. આ જાતનું માનસ આજે વેપારીઓનું થઈ ગયું છે, તેને પરિણામે વેપારીએ આજે જનતાને અને સરકારને રેષ વહોરી લીધું છે અને પ્રજાને વિશ્વાસ ગુમાવ્યું છે. પણ કુદરતને ઘેર હંમેશા ન્યાય છે જ, વેપારી નફામાં રામા , માજશેખ ક્ય, વૈભવ અને ખર્ચા વધાર્યા થોડાઘણા કીર્તિદાન કર્યા કે સગાંવહાલાં, નાતીલા, સ્વધર્મી કે આશ્રિતને નવાજ્યા અને સંતોષ તથા સાર્થક માન્યા; પરંતુ તે છતાં કે તેનાથી ન સંતોષાયા કે ન તેના ઉપકારવશ બન્યા એટલે કલેશ અને કકળાટ જેમ ને તેમ ઊભા રહ્યા.