________________
વેપારીઓની સમશ્યા
[૧૬૫] જીવનની રેજની જરૂરિયાતના ભાવ સૌથી વધુ વધ્યા અને તેના વિના ઇને ચાલે જ નહીં. એટલે સૌને દાતણું, દૂધ, ખાંડ, ઘી, તેલ, અનાજ, મસાલા વગેરે વસ્તુ ગમે તે ભાવે ખરીદવાની પણ ફરજ પડે છે અને એ રીતે ગરજને લાભ લેવાય છે. જેમાં ભાવ વધે તેમ ભેળસેળ અને દગો વધે. એ રીતે વિષચક્રમાં આખો દેશ આજે દુઃખીદુ:ખી દેખાય છે. આ છે વેપાર અને વેપારીની વિષમ દશા ! , ૩. ક્ષત્રિય-માણસો સ્વરક્ષણને માટે ટોળાં અને સમૂહમાં રહી તેઓમાંથી ડાહ્યો, બળવાન, પરાક્રમી, હિંમતવાન, સાહસિક, ઉદાર અને ન્યાયી-એવા પુરુષને પિતાને નાયક બનાવી તેના આશ્રયે રહેવા લાગ્યા અને તેની આજ્ઞા માન્ય રાખતા. આવા નાયકનો વર્ગ તે ક્ષત્રિયો થયા અને ઉત્તરોત્તર રાજા તરીકે મનાયા. પ્રજાનું રક્ષણ અને પાલન કરવું, શરણાગતને આશ્રય કે અભયદાન આપવું, દુશ્મનને દગો આપો નહિ, કોઈ ઉપર જોરજુલમ કરો નહિ કે કોઈની વહુબેટીની મર્યાદાને ભંગ કરવો નહિ, ન્યાય અને નીતિથી રાજ્ય ચલાવવું અને પ્રજાના નાયકે તથા મહાજનનું બહુમાન કરવું, કેઈની પાસે યાચના કરવી નહિ, લડાઈના મેદાનમાંથી નાસવું નહિ, વચનભંગ કરે નહિ, વિદ્વાને અને ધર્મગુરુઓનું સન્માન કરવું–આ ક્ષત્રિયોના ગુણો મનાતા. અત્યારના રાજવીઓ જાગીરદાર, કાઠી, ગરાસીયા, તાલુકદાર વિગેરેમાં સાચા ક્ષત્રિયના કેટલા ગુણ હતા તે આપણે સૌ જાણીએ છીએ. વૈભવ, મોજશોખ, એશઆરામ, નાચગાન, પરદેશની મુસાફરી, રંગરાગ અને ભોગવિલાસ–એનું પ્રદર્શન મોટા ભાગના દેશી રજવાડામાં જોવા મળતું. હિંદના ગરીબ ખેડૂતેના પરસેવાના પૈસા અને વેપારીઓના સખત મજૂરીના પૈસામાંથી અનેક કરવેરા મહેસુલ–જકાત અને લાગાલેતરી દ્વારા કરોડો રૂપિયાને મોટા ભાગને હિસ્સો ઉઘરાવીને આવી મહેફીલે અને મોજશેખમાં દરવરસે દેશી રાજાઓ ઉડાવતા હતા અને પ્રજા ઉપરને બોજે ત્રાસ અને જેરજુલમ વધતા જતા હતા. બ્રિટિશ રાજસત્તાએ સીધી અને આડકતરી