________________
. અનુભવ-વાણી
રીતે આ રાજવીઓને ન્હાનપણથી ઉછેર્યા હતા અને આવા કામમાં ઉત્તેજન આપ્યું હતું, દીવાને, પ્રધાન, મંત્રીઓ અને કારભારીઓ આવા રાજવીઓને પિતાના હાથમાં રાખી લાખ અને કરડે કમાયા અને પોતાના સ્વાર્થ ખાતર રાજાઓને પૂતળા સમાન રાખ્યા હતા. સરકારની તેઓ ખુશામત કરતા, રાજાઓને રાજી રાખતા. રાજ્યની સત્તા હસ્તગત રાખતા અને આ બધા માટે પ્રજાને પીસતા, ખેડૂતોને લૂંટતા, પાપને પોષતા અને વેપાર અને વેપારીઓને વેરવીખેર કરતા. સારા માણસો રાજ્યમાં વસવાટ કરવા ખુશી નહોતા અને વેપારીઓ કે ઉદ્યોગપતિઓ કામધંધો કરવા તૈયાર નહોતા. આ હતી દેશી રાજની મોટા ભાગની પરિસ્થિતિ. પરદેશી સત્તા જતા જતા પણ મદારીની રમત રમવાનું ભૂલી નહિ. હિંદુ મુસલમાનને લડાવ્યા, પ્રજાસત્તાક સરકાર વિરુદ્ધ દેશી રાજ્યોને ઉશ્કેર્યા, માલીક અને મજર વચ્ચે, જાગીરદાર અને ખેડૂત વચ્ચે અસંતોષ અને વર્ગવિગ્રહને વંટોળ ઊભો કર્યો. ભારતના એટલા સદ્ભાગ્ય હતા કે આ બધા પ્રબળ વિરોધને કાબુમાં લઈ શાંત કરવા માટે ભારતના ભડવીર પુત્ર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા પરાક્રમી પુરુષના હાથમાં સત્તા હતી. તેમણે મેળવેલી સફળતા ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરમાં લખાશે.
૪. શૂદ્ર વર્ગ–બધા વર્ગની સેવા કરવી અને મહેનત મજૂરી કરીને પ્રમાણિકપણે ઉદરનિર્વાહ કરવો તે આ વર્ગને ધર્મ મનાતે. સાદામાં સાદું જીવન, ઓછામાં ઓછી જરુરિયાત, વધુમાં વધુ નમકહલાલપણુંએ તેમનામાં કુદરતી ગુણ હતા. તેઓ બહુ જ નિર્દોષ અને સંતોષી જીવન ગાળતા. પ્રભુમાં પ્રેમ રાખતા અને સુખદુઃખમાં સાચા સાથી બનતા. શદ્ર હાથ પગ હતા, વૈશ્ય પિટ હતું, ક્ષત્રિય છાતી હતી અને બ્રાહ્મણ મસ્તક હતા. આ હતું સમાજ-સંસ્થાનું ભવ્ય અને આદર્શમય સ્વરૂપ. દરેક વર્ગ પોતપોતાને ઉચિત કર્મકાંડ અને ક્રિયા કરતા અને એક બીજા પ્રત્યેની ફરજ બજાવતા. .