________________
વેપારીઓની સમશ્યા
[ ૧૬૩] છતાં, ભાતભાતનાં ભોજન ખાવા છતાં, કિંમતી અને તેજદાર હીરાના બટન કે વીંટી પહેરવા છતાં, કડક કિંમતી કપડાથી શોભતા છતાં, મોટરની અને એરોપ્લેનની મોજ માણવા છતાં, છાપામાં ફેટ અને જાહેરાત આપવા છતાં તેનું કાળજુ ભય, ચિંતા અને પાપના કીડા કોરી ખાય છે, હૃદય હકથી વધુ ધબકારા મારે છે, નાડી ઉતપાતથી વધુ ધડકે છે, આંખને ઊંઘ આવતી નથી. કાન બહેરા થઈ ગયા છે, જીભમાંથી અમી ઝરતી નથી, શરીર લાગણીશૂન્ય થઈ ગયું છે અને હોજરી, આંતરડાં કે ફેફસાં કામ કરતાં નથી. આ બધામાં શું સુખ છે? આ બધું શેને માટે ? એક પિટને ખાવા માટે, એક શરીરને પહેરવા માટે અને એક દેહને રહેવા માટે કેટલું જોઈએ ? આ છે આજને વેપારી. આવા જીવનમાં સાચે નફે છે? સાચી મઝા કે સાચું સુખ છે ? ભરતી વખતે બધું મૂકીને જવાનું છે. જેને તું તારું માને છે તેમાંનું તલભાર તારું નથી. આ બધા કાળાધોળા કર્તવ્યના પરિણામ તારે જ ભોગવવાના છે. હજુ ડાહ્યો થા અને સમજ. બહુ મેડ નથી થયું. જગ અને ભૂલ સુધાર. નીતિથી છવ, નિસાસા ન લે, દયા કર અને સાચે મનુષ્ય થા. ચેત, ચેત !
જનતાના જીવનનું ઊંડું અવલોકન કરતાં એ સ્પષ્ટ નજરે પડે છે કે :
૧. ખેડૂત-ખેડૂત ઋણરાહત ધારાથી ઋણમુક્ત થયા. ખેતીની ઉત્પન્નના ભાવો વધવાથી ખેડૂતોના ખેાળા ધનથી ભરાયા. આજ સુધી રાજ્ય, અમલદારેએ અને વેપારીએ તેઓને લૂંટયા, રીબાવ્યા, રહે સ્યા પણ હવે ખેડૂતો હુશિયાર થયા, સ્વાર્થ સમજતા શીખ્યા અને પૈસાની કિંમત પણ સમજતા શીખ્યા. શેરના હિસાબે સેનું રૂપું આજે કોઈ ખરીદનાર હોય કે નેટના થેકડા ને થેકડા કેઈને ઘરમાં હોય તે તે ખેડૂતના જ ઘરમાં છે. ઘણુ વરસને પરિતાપ, યાતના અને ત્રાસ વડ્યા પછી આજે સુખે જીવવાની તક તેઓને મળી છે. પણ નાણાંના નાદથી ભેજુ ભ્રમિત ન થાય અને છતની છોળેથી છકી ન જવાય