________________
વ્યાપારની વ્યવહારુ યાજના
[ ૧૫ ]
એશીઆળુ જીવન જીવવા માંગતા ન હોય તે તેઓએ આળસ, પ્રમાદ અને એશીયાળાપણું ખંખેરી નાખીને જે કાંઇ કામ, ઉદ્યમ કે ઉદ્યોગ મળી રહે તેને અપનાવી લેવું જોઇએ, તેને માટેની તાલીમ કે અનુભવની જે કાંઈ વ્યવસ્થા મળી રહે તેને પૂરો લાભ લેવા જોઇએ અને પેાતાના જ ગામ કે પ્રદેશમાં જે કાંઈ સાધના મળી રહે તેમાંથી ઉદરનિર્વાહ મેળવી લેવાની પ્રતિજ્ઞા લેવી જોઈ એ. જૈન સમાજે પણ આળસુને દાન કે મદદ આપી વધુ આળસુ અને કાયર ન બનાવવા જોઇએ. જે કાઈ પણ જાતનું કામ કરવા તૈયાર થાય તેને જ મદદ અને સાધન આપી તેઓનું કાયમનું દારિદ્રય જડમૂળથી નીકળી જાય તે રીતે તેને મદદરૂપ થવું જોઇએ. કૉન્ફરન્સે આને માટેની નક્કર અને ફળીભૂત થાય તેવી યેાજના ધડી અખિલ ભારતના ધારણે તેને અમલ થાય અને દરેક પ્રદેશના સ્થાનિક સંધને સાથ અને સહકાર મળે તે રીતે કામની શરુઆત વગરવિલએ કરી દેવી જોઈ એ. એકલી જાહેરાત કરવાથી કે યેાજના ધડવાથી કામ નહિ ચાલે. તેને માટે ચાવીસે કલાક વિચાર અને કામ કરનારાઓનું એક જુથ જોઈ શે અને દરરાજ કેટલું સાચુ કામ સાધ્યું, તેનું સરવૈયું કાર્યકરાએ કાઢવાનું રહેશે. જુનાગઢની કૉન્ફરન્સે પણ રાવ કર્યાને ઘણા સમય થવા આવ્યા. ભવિષ્યમાં માનવરાહતનુ કાર્ય કૉન્ફરન્સના કાર્ય વાર્તાકા તુરત હાથ ધરે અને તેને કામ કરવામાં ઉત્સાહ રહે તે માટે પ્રમુખશ્રીને તથા જૂના અને નવા સેક્રેટરીને તેઓના શુભેચ્છકે તરફથી મુંબઇમાં અભિનંદન આપવામાં આવ્યુ હતુ, જાહેર જનતા કાગને ડાળે રાહ જોતી બેઠી છે કે શું શું કાર્ય હાથ ધરવામાં આવે છે અને કયારે તેની જલ્દી શરૂઆત થાય છે.
ગામડાના જૈતાના ઉત્કર્ષ માટે કામની યાજનાની શરૂઆત ક રીતે કરવી તેની રૂપરેખા વિગતવાર વિચારીએ. સૌથી પ્રથમ પૈસાની અને કાર્ય કરનારાની મુખ્ય જરુર છે. આખી યોજનાની સફળતા કે નિષ્ફળતાના મુખ્ય આધાર આ બે બાબત ઉપર નિર્ભર છે.