________________
[૨૧૨]
અનુભવ-વાણી એથી દુઃખની વાત સાંભળવા મળે છે. કેઈ કદાચ સુખની વાત કરે, તે બીજી વખત તે જ માણસ દુઃખની ફરિયાદ કરતો હોય છે. જગતમાં એવા બહુ જ ઓછા માણસો હોય છે કે જેઓને દુ:ખને અનુભવ કે દુ:ખની લાગણી ન થતી હોય. દુઃખ વિનાનાં જે મનુષ્યો હોય છે તેઓ સંસારી હોય કે ત્યાગી હોય છતાં તેઓ ખરેખર જ્ઞાની પુરુષો જ હોય છે, અને ઉત્તમ કોટિનું જીવન જીવતા હોય છે. આવા પુરુષો જ સાચા અર્થમાં મહાત્મા, ધર્માત્મા કે દૈવી પુરુષો ગણાય છે. જેઓ આજસુધી મહાપુરુષો કે પ્રભુના અવતારરૂપે કે પ્રભુના અનન્ય ભક્ત તરીકે થઈ ગયા છે તે જ સુખમય જીવન જીવી ગયા છે. તેઓને જીવનમાં દુ:ખમય પીડાના પ્રસંગે આવ્યા હોય, છતાં તેઓને દુઃખ થયું નથી. તેઓએ જીવતાં કે મરતાં, સુખ, શાંતિ અને આનંદ જ અનુભવ્યા હોય છે. ધર્મ– શસ્ત્રો અને ઈતિહાસ આ વાત પુરવાર કરે છે
જીવનમાં બધા પ્રકારની અનુકૂળતા હોય અને પોતાની ઈચ્છા પ્રમાણે બધું બનતું હોય તો માણસ પોતાની જાતને સુખી માને છે. કંઈક ઈચ્છા વિરૂદ્ધ બને અથવા ઈચ્છા બર ન આવે ત્યારે માણસને દુ:ખ થાય છે અને પોતાની જાતને દુઃખી માને છે. આ દુઃખનાં કારણો તપાસીએઃ (૧) પોતે જે ઈચ્છા કરી તે વ્યાજબી કે યોગ્ય હતી કે ? (૨) પોતે તે માટે લાયક હતો કે ? (૩) તેની ઈચ્છા કુદરતના નિયમને અનુરૂપ હતી કે ? (૪) તેને માટે સમય, સંયોગ અને સ્થાન અનુકૂળ હતા કે ? (૫) તેને ક્ષણિક કે નાશવંત વસ્તુની ઇચ્છા થતી ? કે શાશ્વત (ચિરસ્થાયી) સાચા સુખની ઈચ્છા થતી ?
અત્યારના આપણે સૌ પતપોતાના જીવન તપાસીએ તો આપણને માલુમ પડશે કે આપણને જે કાંઈ મળે છે તેનાથી આપણને સંતોષ થતું નથી અને વધુને વધુ મેળવવાની ઈચ્છા રાખીએ છીએ. તે ઈચ્છા ન સંતોષાય ત્યાં સુધી જપીને બેસતા નથી. માણસે ઉદ્યમ જરૂર કરે. ઉદ્યમથી જ બધું મળે છે. પણ ઉત્પાત કરીએ અને