________________
જીવનમાં સુખી કેમ થવું? *
[૨૧૧] દુઃખ, દુઃખના બનાવો કે કરૂણ ઘટનાઓ જગતમાં બન્યા જ કરવાની છે. તેને સદંતર ટાળી શકવી શક્ય જ નથી. જેમ જેમ વસ્તી વધતી જાય, સાધન સંપત્તિ વધતી જાય, મોજશોખ અને સુખના સાધને વધતા જાય તેમ તેમ ઉપગની ઈચ્છા પણ વધતી જ જાય; અને સાથે સાથે વિના મહેનતે મફતનું ધન મેળવવાની લાલચ પણ વધતી જ જાય. તેના પરિણામે ખુશામત, ચોરી, વિશ્વાસઘાત, દગો અને બીજા દુર્ગુણે પણ વધતા જ જાય. પછી કન્યાવિક્રય, વરવિય, અણબનાવ, કરિયાવર અગ્નિસ્નાન કે ત્યક્તાના બનાવ બન્યા કરે, તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. આ બધા દુપણા સમાજના વર્તમાન જીવનના
અને વિકૃત વિચારસૃષ્ટિના પરિપાકરૂપ છે. તેને ઉહાપોહ કરવાથી તે તન મટી જશે એ માનવું બરાબર નથી. તેને ઓછા કરવાને સાચો ઉપાય એ જ છે કે સમજુ માણસોએ પોતે તે દુષણોથી મુક્ત રહેવું, પિતાના આપ્તજનેને તેમાંથી મુક્ત રાખવા પ્રયત્નો કરવા અને શક્ય હોય તેટલા પ્રમાણમાં આવા પ્રસંગ બનતા અટકાવવા કોશીષ કરવી.
મનની ઈચ્છાઓ કાબુમાં અને મર્યાદિત રાખીએ તો શાંતિ, સુખ અને સંતેષ અવશ્ય મળે છે. મનને બાંધી રાખનાર મનુષ્ય જ સાચે રાજા છે; બાકી સૌ વાસના અને વિષયના ગુલામ છે. દરેક ભાઈબહેન પિતાના મનની પિતે પરીક્ષા કરી પોતે નિર્ણય કરે કે પોતે કેવા છે. આ છે ધર્મ અને આરમશુદ્ધિને સાચે માર્ગ અને સાચે મર્મ.
જીવનમાં સુખી કેમ થવું ?
જ સારને લેકે દુઃખમય માને છે કેમકે તેઓ પોતે દુઃખી છે G, અને દુઃખી થાય છે, માટે તેઓને જ્યાં ત્યાં દુ:ખને અનુભવ થાય છે. આજે બહુ ઓછા લેકે એમ કહેતા હોય છે કે તેઓ સુખી, છે. કોઈને કાંઈ દુઃખ હેય, બીજાને બીજું દુઃખ હોય; પણ સૌને