________________
[૧૦].
અનુભવ-વાણું કાર્યો એટલે કર્મો. કાર્યો મનથી, વચનથી અને શરીરથી થઈ શકે છે. જેઓ મનથી સારા વિચાર કરે, વાણી પ્રિય અને હિતકારી બેલે અને શરીરથી સત્કાર્યો કરે, જેટલા પ્રમાણમાં કરે, તેટલા પ્રમાણમાં તેઓ સાચું સુખ મેળવે છે. જેને સાચે ધર્મ કહીએ છીએ તે એ જ છે કે મન, વાણી અને શરીરથી સારાં કાર્યો કરવાં. તે ત્રણેને ઉપગ આપણું અને સૌ કોઈને કલ્યાણ માટે કરવો. આટલું કરીએ તે સાચું સુખ મળે અને સાચી શાંતિ મળે.
ભાણસજાત પામર પ્રાણી છે કેમકે તે આવેગ અને આવેશને આધીન છે. અજ્ઞાન દશા હોવાથી મોહ અને માયામાં તે વારંવાર ફસાય છે, અને સમજવા છતાં વારંવાર ભૂલો કરે છે. ઘણી વખત તે ક્રોધ કરે છે, અભિમાનને લઈને ખેટાં કાર્યો કરે છે, લેભ અને લાલચને લઈને કૂડકપટ અને સાચાંટાં કરે છે. આમાંથી બચવા માટે ધર્મકરણી, ધર્મશ્રવણ અને સંતસમાગમ કરવાની જરૂર છે. જેઓ સમજે છે, વિચારે છે અને જેઓ મનુષ્ય જીવનની મહત્તાનું મૂળ શું છે તે જાણવાનો પ્રયાસ કરે છે તેઓ જ્ઞાનીઓને સંપર્ક શોધે છે. જ્ઞાનનાં પુસ્તક વાંચી તેમાંથી ઉકેલ મેળવી લે છે. પણ જેને જીવનના રહસ્ય જાણવાને વિચાર જ હોતું નથી તેઓ તો ધન, ધંધે ધાન્ય અને શારીરિક સુખ સગવડની પ્રાપ્તિના જ વિચારમાં તન્મય બની જીવન જીવે છે. આવા માણસોની અજ્ઞાનદશાની દયા સંતપુરૂષ સેવે છે અને તેઓને સન્માર્ગે દોરવા સાધુમહાત્માઓ પ્રયત્ન ર્યા કરતા હોય છે.
જીવનની અગવડતાઓ અને જગતના દુઃખને ભોગ બનેલાઓ પણ દુઃખને સમયે સંતોને સમાગમ સાધે, તેમની પાસે પિતાના દુ:ખની હકીકત રજુ કરે તે તેમની પાસેથી અવશ્ય આશ્વાસન, શાંત્વન અને ઉકેલ મળશે. શાસ્ત્રનું શ્રવણ, ધર્મને અભ્યાસ અને સંતપુરૂષોને સત્સંગ-એ સાધને એવાં છે કે એમાંથી દુઃખનું વોરણ અને નિવારણ મળી જ રહે છે.