________________
જીવનને મમ
[ ર૦૯ ]
છે કે આસપાસનું બધું વાતાવરણ ગમગીન અને શેયુક્ત બની જાય છે. તેમાં જે ક્રોધને ઉમેરે થાય તે ચિંતા અને ક્રોધ ભળીને આગ અને પેટ્રોલ(ફેટક પદાર્થ)ની માફક ભડકા થાય છે, જેનાથી બધું ભરમીભૂત થઈ જાય છે. એટલે એક તણખામાંથી મેટી આગ લાગે છે, તેમ એક સામાન્ય બનાવમાંથી જીવનના નાના મોટા અનેક દુ:ખ અને વેદનાઓ સરજાય છે. તેમાં ચિંતા અને ક્રોધ ભળે એટલે કલેશ, વેરઝેર અને અશાંતિ તથા દુઃખના ડુંગરા ઉભા થાય છે. નાના નિમિત્તમાંથી કેવાં લાંબાં પરિણામ આવે છે ! આ બધાના કરનાર આપણે પોતે જ છીએ, માટે તેનું ફળ પણ આપણે જ ભોગવવાનું હેય. છતાં આપણી ભૂલનાં માઠાં પરિણામ બીજાઓને પણ ભોગવવા પડે છે તે શું વિચિત્રતા નથી ? માટે જ કહ્યું છે કે મોટરવાહનની જેટલી શક્તિ કે ગતિ વધારે હોય તેમ તેને અંકુશમાં રાખવા માટે બહુ જ મજબુત અટક (બ્રેક) કે અંકુશની જરૂર છે. આ તો જડ વસ્તુના અંકુશની વાત થઈ. પરંતુ બુદ્ધિશાળી અને શક્તિશાળી મનુષ્ય ઉન્માર્ગે ન જાય કે ઉત્પાત ન મચાવી મુકે તે માટે બહુ જબરદસ્ત અને મજબુત અંકુશની જરૂર છે. આ વાત આપણે સ્વીકારવી જોઈએ. - એક નાના બીજમાંથી મોટું વૃક્ષ અને અનેક ફૂલ, ફળ, બીજ અને અસંખ્ય પાંદડાં ઉત્પન્ન થાય છે. અનાજનો એક દાણો વાવવાથી અનેક ડુંડાં અને અગણિત દાણું કુદરત ઉત્પન્ન કરે છે. આ પ્રત્યક્ષ અનુભવની વાત છે, એટલે કુદરતને આ નિયમ છે કે એકમાંથી અનેક ઉત્પન્ન થાય છે. આ જ નિયમ કર્મનો સિદ્ધાંતને પણ લાગુ પડે છે. એક નાનામાં નાનું કામ કે વિચાર કે કર્મ, સારું કે નરસું કરીએ તો તેમાંથી અનેકગણું પરિણામ, સારું કે નરસું આવે છે. માટે જીવનમાં સારાં કાર્યો વધુ કરવાં કે બેટાં કાર્યો વધુ કરવાં. અથવા સારાં કાર્યો કરવાથી સુખ ઉપજે કે ખોટાં કાર્યો કરવાથી ? આ આપણે વિચારવું જોઈએ.