________________
[ ૨૦૮ ]
(૪) જીવનના મમ
અનુભવ-વાણી
વાં
એમને એમ પડી
ચન ધણું કરીએ, સાંભળીએ પણ ઘણું, પરંતુ જો તે વિચારીએ નહિ અને સમજીએ નહિ તે તે વાંચ્યાની કે સાંભળ્યાની સાર્થકતા શું? અને તેને આચરણમાં મુકીએ નહિ કે તેના ઉપયેાગ કરીએ નહિ તેા તેના લાભ પણ કયાંથી મેળવી શકીએ ? કાઇપણ વસ્તુના ઉપયાગ ન કરીએ તે! તે વસ્તુ રહીને ખરાબ થાય છે, ખાજારૂપ થાય છે, કટાળા આપે છે અને પરિણામે દુઃખ કરે છે. જીવનની નાની મોટી દરેક બાબતમાં આ અનુભવ સૌ કાને થાય છે; છતાં તેમાં કા સુધારા ન કરીએ તે તે આપણી અજ્ઞાનતા કે મૂર્ખતા ગણાય. માટે જ કહ્યું છે કે માણસ પોતે જ પેાતાના સુખ કે દુ:ખના કરનાર અને ભાગવનાર છે. જે કાંઈ કરીએ તેનુ પરિણામ સારું કે ખરાબ આવે છે. અને આ રીતે જે પરિણામ નિર્માણ થાય તેને જ ભાગ્ય કે કર્મ કહીએ છીએ. ક કરીએ તે જ ભાગ્ય નિર્માણ થાય. કર્મ ન કરીએ તે પરિણામ કે ભાગ્ય નિર્માણ થતું નથી. અને ક અને કર્મના પરિણામના સંપૂર્ણ નાશ એટલે જ મુકત દશા. આટલું જે દરેક સમજતા શીખે અને તે પ્રમાણે જીવન જીવે તે જીવનનાં ઘણાં દુ:ખો અને યાતનાએ એછી થઈ જાય અને વન જીવવા લાયક બની શકે.
S
પગમાં કાંટા વાગે, બિમારીની પીડા થાય, મારથી શરીર દુઃખે, મ્હેણાંથી મનને આધાત થાય, આગથી માલમિલ્કતને નુકશાન થાય, ધંધામાં ખોટ આવવાથી ચિંતા થાય, પૈસાના અભાવે પ્રસંગ ઉકેલવા દેવું કરવું પડે કે દાગીના વેચવા પડે, અથવા નાના મોટા અનેક પ્રસંગે કંઈને કંઇ અગવડ ઊભી થાય ત્યારે કુદરતી રીતે ચિંતા થાય. તે ચિંતાથી દુ:ખ અને ખેદ થાય અને તેની અસર એટલી બધી થાય