________________
શુદ્ધ અને સાત્વિક જીવન *
[૨૦] સમાજ દરેક બાબત માટે એક પ્રકારનું રણ દરેક વિષય માટે નકકી કરે છે. અમુક વસ્તુ અમુક પ્રમાણસર હોય તો તે યોગ્ય ગણાય છે. તેનાથી ઓછું હોય તો વાંધો નહિ, પણ જે વધુ હોય તો તે ટીકાને પાત્ર થાય છે. માટે સુજ્ઞ પુરુષોએ એવો નિયમ ઘડ્યો કે “અતિ સર્વત્ર વર્જયેત ” “વધુ પડતું બોલવું નહિ કે કરવું નહિ.”
પરંતુ સમાજમાં બધા માણસો જુદા જુદા સ્વભાવના અને જુદી જુદી માન્યતાવાળા હોય છે. એટલે દરેકનું ધોરણ કે પ્રમાણ પણ જુદા જુદા હોય છે. એક માણસને અમુક બેલવું બબર પ્રમાણસર લાગે જ્યારે બીજાને તે વધુ પડતું લાગે. જે આ સમાજ શિક્ષિત અને સંસ્કારી હોય તો તેઓની માન્યતામાં એકવાયતા આવે. દરેકની બુદ્ધિ ભિન્નભિન્ન હોય છે. માટે જ ઉત્તમ ઉપાય એ છે કે બને તેટલું ઓછું બેલે. “ન બેલવામાં નવ ગુણ' કહ્યા છે. જેઓ ખાસ જરૂર વિના કશું જ બેલતાં નથી, અને જરૂર હોય ત્યારે ઓછામાં ઓછું બેલે છે અને જે કાંઈ બોલે છે તે રૂચિકર, પથ્ય અને હિતકારી હોય તેવા જ વચને બોલે છે, તેવા માણસ તરફ સૌ પ્રેમ અને માનભરી રીતે વર્તે છે. શબ્દ, વાણી કે ભાષા એવી કિંમતી વસ્તુઓ છે કે તેને ઉપયોગ જરૂર પુરતો અને જરૂર હોય ત્યારે જ કરવો જોઈએ. માટે જ મૌનનો મહિમા મહાપુરુષોએ શાસ્ત્રમાં વર્ણવ્યો છે. ઓછું બેલવાથી અને ઓછું વિચારવાથી ઓછાં પાપ બંધાય છે. આત્માની ઉન્નતિ સાધવાવાળાએ ખાસ કરીને ઓછું બોલવું જોઈએ. અને જે કાંઈ બોલે તે જગતનાં કલ્યાણ માટેનું જ બોલે. તેટલા માટે જ અંત સમયે ઉત્તમ આત્માઓ બોલવું બંધ કરી માત્ર આત્મધ્યાનમાં એકાગ્ર ચિત્ત કરી, પરમાત્મપદને પામવામાં સફળ થયા છે.