________________
[ ૬].
અનુભવવાણી યુવકમાં બુદ્ધિની તીવ્રતા, શક્તિને તરવરાટ, લાગણીઓની તિક્ષ્ણતા, વાણીનું જેમ, વિચારોની વિચિક્ષણતા, હાથપગનું જોર, સાહસની તાલાવેલી, આશાઓની વિપુલતા અને કામની તમન્ના હોય છે અને હેવી જોઈએ. સાચું યૌવન એટલે મન, વચન અને કાયાને વધુમાં વધુ સર્વ દિશામાં અને સર્વ પ્રકારને સર્વાગી વિકાસ અને વૃદ્ધિ.
આ વિકાસ અને વૃદ્ધિને કાપવી જોઈએ, કાબુમાં રાખવી જોઈએ, અમુક રીતે વાળવી જોઈએ, ટપવી જોઈએ, ઘડવી જોઈએ અને તેમાંથી જીવનને અનુપમ, સુંદર અને આકર્ષક ઘાટ ઘડવો જોઈએ. આનું નામ છે શિક્ષણ અને સંસ્કાર. શિક્ષણ અને સંસ્કાર આપવાનું કામ પાંચ વર્ષની ઉંમર સુધી માતાનું છે, બાર વર્ષ સુધી માતા, પિતા તથા શિક્ષકનું છે અને વીસ વર્ષ સુધી પિતાનું, શિક્ષકનું, ધર્મગુરૂઓનું અને મિત્રનું છે. પણ તે બધા તરફથી કેવું શિક્ષણ અને કેવા સંસ્કાર મળે છે તેના ઉપર જીવનના ઘડતર આધાર છે. માતા, પિતા અને શિક્ષકે પોતે જે સારા ચારિત્રવાન અને સંસ્કારી હશે તે જ બાળકમાં સારા સંસ્કાર પડશે. બાળકોને સારા બનાવવા માટે ઘરના બધા માણસોએ સારા બનવું પડશે અને સારી રીતે વર્તવું પડશે.
મનુષ્ય જીવનની મહત્તા માનવતામાં અને ધર્મમય જીવન જીવવામાં છે. ધર્મ એટલે ધર્મમાં શ્રદ્ધા, ધર્મને અભ્યાસ અને ધર્મની સાચી સમજણ, ધાર્મિક વૃત્તિ અને વર્તન, તપ, ત્યાગ અને સંયમ, ધર્મગુરુઓને પરિચય અને મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક આત્માની સચ્ચિદાનંદમય સ્થિતિમાં તન્મયતા. પશુ કરતાં મનુષ્યજન્મની ઉત્તભતાનું કારણ માત્ર એ જ છે કે મનુષ્યને ધર્મની વિશેષતા હોય છે. જે મનુષ્યને ધર્મ નથી તેને અંત સમય દુઃખી દુઃખી હોય છે અને તે વખતે પસ્તાવો કરવાથી કશું વળતું નથી.