________________
શુદ્ધ અને સાત્વિક જીવન
સાત ગાને સાત્વિક *
[૨૫]
3.. અના
શુદ્ધ અને સાત્વિક જીવન જીવનને ઉજજ્વળ અને સુવાસિત બનાવવું હોય તો દરેક વસ્તુને
આ સરળ રીતે સમજતા શીખવું જોઈએ. જેને સ્વભાવ સરળ હોય તે જ સત્ય જાણી અને સમજી શકે છે. જ્ઞાનપ્રાપ્તિમાં સરળ સ્વભાવ એ મુખ્ય અને મહત્વનું સાધન છે.
પરંતુ કેટલાક મનુષ્યો બાળપણથી એવી રીતે ઉછરેલા હોય છે કે દરેક વસ્તુને સૌથી પ્રથમ દોષદ્રષ્ટિથી તેઓ જોતા હોય છે. આવી વક્ર બુદ્ધિથી નુકસાન એ થાય છે કે માણસને દોષ જોવાની ટેવ પડી જાય છે. તેને બધામાં દોષ જ દેખાય છે. ગુણો તે તેની નજરે ક્યાંય દેખાતા જ નથી. આ દ્રષ્ટિ લેશમાત્ર લાભકારક નથી.
જે કાંઈ જોઈએ કે સાંભળીએ તેમાં સારું તત્ત્વ કે સત્યનો અંશ હોય છે જ. વિવેકબુદ્ધિથી દરેક બાબતમાંથી સાર ખેંચે તે સુજ્ઞજનનું કર્તવ્ય છે. આવી જેની દ્રષ્ટિ હોય તે જ સત્ય જાણી શકે છે. સત્ય એ જ પરમ ધર્મ છે. '
વિદ્યાર્થી જીવનમાં સવળી મતિ સન્માર્ગે દોરી જાય છે. માટે દરેકે સારી બાબતે જોતાં શીખવી અને સદ્ગણોનો સંગ્રહ કરે. સુગંધી પુષ્પો જેમ સુવાસ આપે છે તેમ સારા વિચાર અને પ્રિય તથા હિતકારી વાણી પણ આપણી આસપાસ આનંદી અને શાંતિનું વાતાવરણ પ્રસરાવે છે.
કામે પણ સારાં અને જનહિતકારી કરવાં કે જેથી સૌને સુખ ઉપજે જીવનને સુખી બનાવવું હોય તો તે આપણું પિતાના હાથમાં છે. જે સારા વિચારે કરીએ, સારાં કામ કરીએ તે મનને સંતોષ અને આનંદ થાય છે આને માટે ટેવ પાડવી જોઈએ. સવળી મતિ એટલે સાચી અને સારી દ્રષ્ટિ. માટે જ કહ્યું છે કે “જેવી કૃતિ, એવી મતિ અને તેની ગતિ.”