________________
[૨૪]
અનુભવ-વાણું સારી કહેવી કે ખરાબ કહેવી ? આપણી સ્થિતિ સારી હોય તો તે સમજ્યા પણ મુશ્કેલીથી નિર્વાહ ચલાવતા હોઈએ તે શું ? “ઘર જોગ પણ હોવો જોઈએ, નહિ કે પરેણું ગ ઘર.” આપણી સ્થિતિ પ્રમાણે આતિથ્ય કરીએ તો જ ઉચિત ગણાય. પરંતુ તેની સાથે આપણે પણ એવો દઢ નિશ્ચય હોવો જોઈએ કે બીજાને ત્યાં આપણે જ્યારે પણ તરીકે જઈએ ત્યારે આપણે પણ મેમાનગીરી કરવાની અગાઉથી સ્પષ્ટ ના કહી દેવી જોઈએ. મેંઘવારીના અત્યારના જમાનામાં જીવનવ્યવહાર સાદામાં સાદો રાખવો વધુ હિતાવહ છે. તે જ પ્રમાણે લગ્ન અને બીજા એવા વ્યાવહારિક પ્રસંગોમાં પણ ગજા કરતાં વધુ અથવા દેવું કરીને ખર્ચ કરવો તેનો અર્થ એ જ કે આપણી કબર આપણે પોતે જ ખોદીએ છીએ. વ્યવહાર જેટલે સાદ અને
ઓ છો તેટલે બોજો, ભારણ અને વજન ઓછાં. જે લેકે જેટલે ડોળ દંભ કે દેખાદેખી ઓછી કરે તેટલા સુખ અને શાંતિમાં તેઓ વધુ રહેશે. શ્રીમંતને વાદ અને નાદ આપણને ન જ શોભે. આટલી વાત આપણે સૌ અને આપણે સ્ત્રી સમાજ સમજે તે કેવું સારું ?
“ત્રેવડ ત્રીજો ભાઈ છે અને કસરસર અને જાતમહેનત એ સૌભાગ્ય કંકણ છે.” આ સૂત્ર આપણે સૌ યાદ રાખીએ; અને જીવનને બને તેટલું સાદું અને સંતોષી બનાવીએ. એક માણસ ધારે તો માસિક રૂપીઆ દશમાં પણ આજનું જીવન જીવી શકે. કરકસર અને સંયમી જીવન, એ જીવનની દીવાદાંડી છે. વિવેકને અર્થ જ એ છે કે સાચું, સારૂં અને જરૂરનું શું છે તે સમજવું અને તે મુજબ વર્તવું; અને ખોટું. ખરાબ અને બિનજરૂરી હોય તેનો ત્યાગ કરવો. વ્યસન, ટેવો કે આદતે પાયમાલીને પંથે લઈ જનારા છે. તેને ત્યાગ પહેલી તકે જ કરે. પાણી પહેલાં પાળ બાંધવી તેમાં જ સાચું ડહાપણ છે.