________________
ભેગ અને ઉપભેગનું નિયમન કા | [ ૨૦૩] પરંપરા કેટલી લાંબી હોય છે! દરેક વ્યક્તિના કે દરેક કુટુંબના આંતરિક જીવન તપાસવાથી આનું સત્ય પરિણામ સત્વર સમજાઈ જશે.
હવે ઉપભોગ વિષે વિચાર કરીએ. ઉપભેગના બે પ્રકાર છે. જે ખાસ જરૂરી કે આવશ્યક હોય તે; અને જે વસ્તુઓ બિનજરૂરી હોય અથવા જેના વિના ચાલી શકે છે. જે પ્રકારની રહેણીકરણી હોય તે પ્રમાણમાં ઉપભોગની વસ્તુઓ ઓછી કે વધુ હોય છે. ઊંઘ અને આહારની જેમ ઉપભોગ પણ વધાર્યો વધે છે અને ઘટા ઘટે છે. જેટલી ઈદ્રિયોની પરાધીનતા અને લેલુપતા વધુ તેટલું જીવનમાં દુ:ખ પણ વધુ હોય છે. માટે જ શાસ્ત્રોએ સંયમનું મહાતમ્ય બહુ કહ્યું છે. સંયમ હોય ત્યાં જ સ્વાધીનતા કે સ્વતંત્રતા હોય છે, અને સંયમ હોય ત્યાં જ શાંતિ અને સંતોષ પણ હોય છે. જ્યાં સંતોષ હોય ત્યાં જ સાચું સુખ હોય છે. વિશ્વને આ અબાધિત સિદ્ધાંત છે. આજુબાજુ કે આપણા જીવન તરફ નજર કરશું તો આ જ અનુભવ થશે.
કોળી જેમ પોતે જ જાળ બનાવે છે અને પોતે જ તે જળમાં ફસાય છે; તેમ માણસ પણ પોતે પિતાની સ્થિતિ કે સંજોગોને
ખ્યાલ રાખ્યા વિના જેમ જેમ પિત ની જરૂરિયાત વધારતે જાય છે તેમ તેમ વધુને વધુ આર્થિક સંકડામણમાં ફસાતે જાય છે અને ચિંતાથી પરેશાન થાય છે. આનું પરિણામ એ આવે છે કે કાં તો તે દેવાદાર અને નફટ બને છે, કાંતિ ચેરી કે અનીતિ કરે છે, કાં તે ચિંતાને લીધે અકાળ મૃત્યુ પામે છે. પોતે દુઃખમાં ડૂબે છે અને પોતાના કુટુંબને દુઃખમાં મુકીને જાય છે. આવા કિસ્સાઓ સમાજમાં
જ્યાં ત્યાં જોવામાં શું નથી આવતા ? " જેમ વ્યક્તિગત જીવનમાં આવું બને છે તેમ વ્યવહારિક અને સામાજિક જીવનમાં પણ ઘણી બાબતે વિચારવા જેવી છે. સગાંસંબંધી કે સ્નેહીઓ આપણું ઘેર આવે ત્યારે ચાલુ ભોજન જમાડવાને બદલે મિષ્ટાન્ન કે પકવાથી મેમાનગીરી અને આગતાસ્વાગતા કરવાની પ્રથાને