________________
વિકાસ અને પ્રગતિ શેમાં એક
[૩૭] જે જે કાર્ય હાથ ધરવું હોય તે તે કાર્યની અથથી ઇતિ સુધીની પાકી રૂપરેખા અનુભવીઓ ભેગા મળી તૈયાર કરી શકે પણ દરેક કાર્યને માટે પૈસાની પહેલી જરૂર પડે છે. તે જે ભેગા થઈ શકે તે જ કાર્ય થઈ શકે. પૈસા ત્યારે જ ભેગા થાય કે જ્યારે પૈસા આપનારના દિલમાં કેમને માટે પ્રેમ હોય, લાગણી હોય અને કરુણા હોય. પૈસા તો જ મળે કે જે પૈસા માગનાર સાચે નિઃસ્વાથી અને સેવાભાવી હોય અને સમાજમાં તેની પ્રતિષ્ઠા હોય અથવા તો પોતે ધર્મગુરુને
સ્થાને હોય કે જેના પ્રત્યે સૌને ગુરભાવ અને ગુરુભક્તિ હોય, આ સિવાય પૈસાનું ભંડોળ સમાજના ઉત્કર્ષ માટે ભેગું કરવું અશક્ય નહિ તો મુશ્કેલ તો છે જ.
જે જે સંસ્થાની ઉપયોગિતા સમુદાયને અથવા મોટા ભાગના લોકોને મનમાં ઠસી ગઈ હોય છે, તેવી સંસ્થાઓ માટે પૈસાને તૂટો કયાંય પડતા નથી. વર્ધમાન તપખાતા, ભેજનશાળા કે તળાટીના ભાતા–આ ખાતાઓને લાભ સૌ કોઈને લેવાને પ્રસંગ એક કે અનેક વખત જીવનમાં આવે છે જ. એટલે તેમાં યથાશકિત સહાય આપવી–તેને કર્તવ્ય અથવા આંતરિક પ્રેરણાનું પરિણામ માનવામાં આવે છે. તેવી જ રીતે જે જે સંસ્થાની ઉપયોગિતા કે જરૂરિયાત દરેકના મન ઉપર સચોટ ટિસી જાય તો તે તે સંસ્થા માટે પૈસા મળી જ રહે છે તે નિશ્ચિત છે.
એટલે પ્રથમ જરૂર પ્રચારની અને લેકમત કેળવવાની છે. આ વરતુ કાર્યકરે ખાસ લક્ષમાં રાખે. ઘીની બોલી, વરડે, મહત્સવ, પ્રભાવના આદિ કાર્યોમાં મોટા ભાગના લેકેની શ્રદ્ધા અને પુણ્યની ભાવના હેવાથી તેમાં જોઈએ તેટલા અને કઈ કઈ વખત વધુ પ્રમાણે માં પૈસા હશે હોંશે ખરચનારાની જનસંખ્યા મોટી છે અને તેમાં તેઓને દોરનાર અને પ્રોત્સાહન આપનાર મોટા ભાગે પૂજ્ય સાધુવર્ગ છે. આ બધા કાર્ય અને કાર્યકરોનો હેતુ ઉત્તમ અને પારમાર્થિક જ છે. એટલે તેમાં દેષ જો કે શોધ તે ઉચિત નથી, પરંતુ અત્યારે જે કપરો કાળ અને જે સંજોગો પ્રવર્તે છે તેને માટે દાનની દિશા