________________
[૩૬]
અનુભવ-વાણી થતી હોય તેટલા જ વ્યાજથી અને નાણાની પાકી સલામતી અને ખેાળાધરી સાથે કોન્ફરન્સ કે તેવી બીજી સદ્ધર સંસ્થાને તે બધી રકમ ધીરે. તે નાણાને ઉપયોગ જૈન સંસ્થાઓ અને જૈન સમાજ વેપાર, વાણિજ્ય, હુન્નર ઉદ્યોગ, વિગેરે જે જે સારી કમાણુ આપે તેવા કાર્યોમાં કરે. તેમાંથી અનામત તથા બીજી જરૂરી રકમે અલગ રાખી, બાકી જે વધે તેમાંથી વ્યાજ વિગેરે આપતાં જે કાંઈ વધારે વધે તેમાંથી દેવદ્રવ્ય ધીરનાર દેરાસને સાધારણ ખાતામાં અર્ધો હિસ્સો અને બાકીને અ હિસ્સો માનવ રાહતમાં વાપર. આ યાજના દેષ રહિત છે, સાધારણની બોટને મદદરૂપ છે અને સમાજને કલ્યાણકારી છે. આ
જના અંગે સંમતિ, વિરોધ કે સૂચને દરેક જૈન જૈનેતર ભાઈ અને બહેન તથા પ્રત્યેક મુનિ મહારાજ અવશ્ય લખી મોકલે.
(૯) સમાજને સાચે વિકાસ અને પ્રગતિ શેમાં ?
વન બેંક, જૈન યુનિવર્સિટી, જૈન કોલેજ કે જૈન હાઈસ્કૂલ, જૈન
* કળાભવન, જૈને બેડી બ, જૈન સેવકસમાજ, જૈને વીમા કંપની, જૈન હૈસ્પિીટલ, જૈન નિવાસ, વિગેરે અનેક પ્રકારની અનેક સંસ્થાઓની જરૂર છે. આવી સંસ્થાઓ સ્થાપવી જોઈએ અને તેને માટે જૈનેમાં લાખોનું ફંડ ઊભું કરવું જોઈએ, એ મતલબના અનેક લેખે લખાય છે, ચર્ચાઓ થાય છે, ભાષણ થાય છે અને યોજનાઓ ઘડાય છે, પરંતુ તે જનાઓ પાર કેમ પાડવી? અને અકેક યોજના હાથમાં ધરી તેની શરૂઆત કેમ થાય અને તે કામ કોણ કરે ? તે જ પ્રશ્ન સૌથી વધુ મહત્વનું છે. વિચારને અંતે આચરણ કે કર્તા પરિણમે તે જ તે વિચારની કીમત છે.