________________
[ પર]
અ
અનુભવ-વાણી આજે આવા માંગલિક મહોત્સવો અનેક પ્રસંગે ઉજવાય છે, છતાં દુઃખની બીના તે એ છે કે આપણા સમાજમાં ક્રિયા જાણવાવાળા અને કરાવવાવાળાની સંખ્યા અતિ જુજ છે. તેઓની જરૂર તે અવસ્થ રહે છે જ. બધી જગ્યાએ તેઓ પહોંચી શકતા નથી. આવી ક્રિયા કરવાવાળાને મોટી સંખ્યામાં શીખવીને તૈયાર કરવાની બહુ જ જરૂર છે. તેઓ કંઈ પણ વેતન લેતા નથી. તેઓને આજીવિકાની લેશ પણ ઉપાધી ન રહે અને તેઓ ઉલ્લાસપૂર્વક કામ કરે તે રીતે દરેક શહેર ગામના અમુક માણસને તાલીમ આપીને મોટી સંખ્યામાં તૈયાર ન કરી શકાય? પાઠશાળાના શિક્ષકે જે આ કાર્યમાં પારંગત થવા માગે તે બહુ સહેલાઈથી થઈ શકે. ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય મુનિ મહારાજેએ આવા ચેડા થોડા માણસોને અવશ્ય તૈયાર કરવા જોઈએ. ધાર્મિક શિક્ષણમાં આ વિભાગને ફરજીયાત દાખલ કરવો જોઈએ અને સંસ્થાઓને તેનું જ્ઞાન આપવા પ્રબંધ કરવો જોઈએ અને અનેકને પારંગત તૈયાર કરવા જોઈએ.
સમાજમાં વધુ સંખ્યામાં માણસે સર્જન, પવિત્ર, દયાળુ, દાનવીર, સંતોષી, સેવાપરાયણ અને સદાચારી હોય કે થાય તે સમાજ પ્રગતિના સાચા પંથે ગણાય. તેઓને તેવા બનાવવા એ જ સાચી સેવા છે, પરંતુ આ બધા બહારના નિમિત્ત છે. સાચો પુરુષાર્થ તે દરેક વ્યક્તિએ પોતે કરે જોઈએ. પ્રત્યેક મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો ભ્રષ્ટા અને લેતા બને છે, .. "
.
..