________________
*
મહત્સવ અંગે વિચારણા
[૫૧] આપણુ ધર્મમાં અનેક પ્રકારના વિધિવિધાન, ક્રિયાઓ, તપશ્ચર્યા અને આરાધના બતાવવામાં આવ્યા છે. તે બધાં જે વિધિપૂર્વક, ભાવપૂર્વક અને ઉલ્લાસપૂર્વક કરવામાં આવે તો અવશ્ય ઈષ્ટ ફળદાયી થાય છે. જુદાં જુદાં વ્રતનું જુદું જુદું ફળ મળે છે, તેવી જ રીતે ભક્તિ, પૂજા, અર્ચના, જાપ અને વંદના તથા સ્તવન અને કીર્તનના પણ અનેક પ્રકારે બતાવ્યા છે. જેને જે ચે તે રીતે તે કરી શકે છે.
સામુદાયિક ક્રિયાઓ, ઉજમણું કે મહાપૂજનમાં (૧) ક્યિા કરનારમાં મન, વચન અને કાયાની શુદ્ધતા, (૨) ક્રિયા કરાવનારમાં અનુભવ અને ક્રિયાનું સંપૂર્ણ જ્ઞાન, (૩) ગુરુમહારાજની હાજરી અને દરવણું, (૪) જોઈતી સામગ્રીની અગાઉથી તૈયારી, (૫) સમય અને મુહૂર્તની નિયમિતતા, (૬) સમુદાયની શાન્તિ અને એકચિત્તતા, (૭) સુંદર વ્યવસ્થા અને બંદોબસ્ત, (૮) ખર્ચનું મા૫ અને અંદાજ, (૯) ક્રિયાના હેતુની અગાઉથી સમજ, (૧૦) પૂર્ણાહુતિ થાય ત્યાં સુધીની સ્થિરતા અને (૧૧) ક્રિયામાં તન્મયતા અને તલ્લીનતા–આટલી બાબતો બહુ જ મહત્વની અને આવશ્યક છે. ઘણી વખત અજ્ઞાનતાને લઈને આપણે વિનાપ્રયોજન ધાંધલ, ધમાલ અને કેલાહલ કરી મૂકીએ છીએ અને બીજાઓને અંતરાય પડે તેવું વર્તન કરીએ છીએ, પરંતુ આ વસ્તુ બિલકુલ ઈચ્છનીય કે ઈષ્ટ નથી. કોઈ પણ ભોગે આ બંધ થવું જ જોઈએ અને શિસ્ત જાળવવી જ જોઈએ. શિસ્તની શિથિલતા એ આપણું સમાજની સામુદાયિક નબળાઈ છે. સમજવા છતાં અને તેનાથી સૌના જીવને કલેશ ઉપજે છે છતાં તેના પ્રત્યે દુર્લક્ષ કરાય છે તે ખરેખર દુઃખકર છે. વ્યવસ્થા, શાંતિ અને શિસ્ત એ સામુદાયિક ક્રિયાઓમાં સૌથી વિશેષ મહત્વની વસ્તુ મનાવી જોઈએ અને એ ઉપર સૌથી વધુ ભાર મૂકવો જોઈએ. ક્રિશ્ચિયન ધર્મના અનુયાયીઓ પાસેથી આના બેધપાઠ અવશ્ય શીખવા જોઈએ. ખાસ કરીને મુનિમહારાજેએ આ વસ્તુ ઉપર સૌથી વધુ વજન આપવાની જરૂર છે.