________________
[૫૦]
અનુભવ-વા પાયા જડમૂળથી ઉખડી નહિ જાય. અગાઉના પૂર્વજો સ્વભાવથી અને સંસ્કારથી ભક્તિવાળા અને શ્રદ્ધાવાન હતા એટલે ગુરુમહારાજે જે કાંઈ કહેતા કે માર્ગદર્શન આપતા તે શ્રદ્ધાપૂર્વક માનતા અને આચરતા. આજે પણ જેઓ ધર્મપ્રેમી અને ધર્મમાં શ્રદ્ધાવાન છે તેઓ તો દરેક ક્રિયા શ્રદ્ધાપૂર્વક કરે છે, પરંતુ આજના કેળવાયેલા અને બુદ્ધિવાદી મનુષ્ય જેઓ બુદ્ધિગમ્ય અને પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થતી વસ્તુઓમાં જ માનનારા છે તેઓ ધર્મથી વધુ ને વધુ વિમુખ અને દૂર થતા જાય છે. આવા શિક્ષિત અને બુદ્ધિશાળી સ્ત્રી-પુરુષની અલગતા સમાજ અને ધર્મને નિર્બળ કરનારી છે અને તે સ્થિતિ કઈ રીતે હિતાવહ નથી; માટે જરૂરનું એ છે કે આ આખા સમુદાયને ધર્મ પ્રત્યે વિશેષ રુચિ ઉત્પન્ન કેમ કરવી અને શ્રદ્ધાની બાબતોને અનુભવના પ્રયોગો દ્વારા બુદ્ધિગમ્ય અને સ્વયંસિદ્ધ કેમ કરી બતાવવી ? એ કાર્ય સૌથી પ્રથમ સાધવાની જરૂર રહે છે. આ દિશામાં પૂજ્ય આચાર્ય મહારાજેએ સવિશેષ શક્તિ ફેરવવાની જરૂર રહે છે. બુદ્ધિશાળીને જે વસ્તુ અનુભવથી સિદ્ધ થશે તે વસ્તુને તે વધુ શ્રદ્ધાપૂર્વક કાયમ વળગી રહેશે કેમકે તે પ્રકારને સ્વભાવ ઘડાએલું હોય છે. - કોઈ પણ જાતનું વ્રત, જપ, તપ, વિધિ-વિધાન, ક્રિયા કે પૂજન સહેતુક હોય છે અને જે કાંઈ કરીએ તેનું ફળ પણ અવશ્ય મળે છે. આ સિદ્ધાંત સૌ કોઈ માન્ય કરે છે. આ બધી શુભ પ્રવૃત્તિઓ છે એટલે તેનું ફળ પણ શુભ અને કલ્યાણકારી જ હોય છે. જેટલા પ્રમાણમાં હેતુ, ક્રિયા, વિધિની શુદ્ધતા હોય અને કરાવનારની ભાવ પરિણતિ ઉત્તમ હોય તેટલા પ્રમાણમાં તેનું ફળ પણ ઉત્કૃષ્ટ મળે છે. જ્ઞાન અને ક્રિયા તથા ચારિત્રવડે જ મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે, જ્ઞાન એટલે સાચી સમજ અને અનુભવ; યિા એટલે સાચી દિશામાં પુરુપાર્થ, ચારિત્ર એટલે આત્માનું કર્તવ્ય અને દર્શન એટલે શ્રદ્ધા-આ ત્રિકાલાબાધિત સ્વયં સત્ય છે અને જ્ઞાની, વિજ્ઞાની કે વ્યવહારી–સી કઈ તેને માન્ય કરે છે; કેમકે તે અનુભવસિદ્ધ વસ્તુ છે.