________________
સર્વાગી વિકાસ કરે
| [૯] થતા અનેક પ્રશ્નોને ઉકેલ વધુ મતે લાવે અને તે માટેનું એક જ પ્રકારનું માર્ગદર્શન આપે તો ઘણી અવ્યવસ્થા અને વાદવિવાદને અંત આવે ને વાતાવરણમાં વિશેષ સ્વચ્છતા પ્રસરે. કૉન્ફરન્સ ધારે તો આ કાર્ય જરૂર સહુના સહકારથી પાર પાડી શકે. આના ઉપર જ સમાજના ભવિષ્યનાં મંડાણ માંડી શકાય તેમ છે.
શ્રાવક શ્રાવિકાના સર્વાગી ઉત્કર્ષ માટે ઘણું કામ કરવાનું છે. આ પ્રશ્ન સૌથી પહેલું અને સવિશેષ નિરાકરણ માગે છે. તેના ઉપર જ બીજા બધા પ્રશ્નો અવલંબે છે. જ્યાં સુધી શ્રાવક શ્રાવિકા ક્ષેત્ર સર્વાશે નહિ વિકસે ત્યાં સુધી બીજા ક્ષેત્રો અને બીજી અનેકવિધ શુભ પ્રવૃત્તિઓના સુંદર પરિણામ લાવી નહિ શકાય.
દર વર્ષે અનેક નવી નવી સંસ્થાઓ અને સ્થાને ઊભાં થતાં જાય છે. શરૂઆતમાં તેને માટે એક વખત તે પૈસા ઊભા થઈ જાય છે. પણ તે બધાને કાયમ નિભાવવાના ખર્ચને કેમ પહોંચી વળવું અને કાર્ય કરનારા અને સંભાળનારા ક્યાંથી લાવવા એ બહુ અટપટે પ્રશ્ન છે. જૂની સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ શિથિલ થતી જાય અને નવી સંસ્થાઓ ઊભી થતી જાય છે તેને ભાર સમાજ ઉપર વધતો જાય છે. તેને બદલે નવી સંસ્થાઓ ખાસ કારણ સિવાય ઊભી ન કરાય અને જૂની સંસ્થાઓનું એક બીજામાં જોડાણ થઈ જાય, અને એક જ સ્થાનમાં કેન્દ્રીકરણ કરવામાં આવે તો વહીવટ અને વ્યવસ્થા સુધારી શકાશે, કાર્યની સંગીનતા વધશે અને સમય, શકિત અને ધનખર્ચને ઘણે બચાવ થશે. આ પ્રશ્નનો પણ સમાજના હિતની દષ્ટિએ ઉકેલ શોધવાની ઓછી જરૂર નથી.
ધર્મશાસ્ત્રને અભ્યાસ, સંશોધન અને પ્રકાશન, તેની પાછળ જે કાંઈ પૈસા અત્યારે ખર્ચાય છે તે બધા માટે એક સંજીત જના ઘડવામાં આવે તે ઓછા ખર્ચમાં સારું ને વિશેષ કાર્ય થઈ શકે. આ પ્રશ્ન પણ કૉન્ફરન્સના કાર્યક્ષેત્રમાં આવી શકે છે.