________________
[૮]
અનુભવ-વાણી
(૨) શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રનો સર્વાગી વિકાસ કરે
અમૃતલાલ કાલિદાસ દોશી બી. એ. જેવા ઠરેલ, વિચાર
શીલ, અનુભવી, અભ્યાસી, કાર્યસાધક, નિશ્ચિત મનોબળવાળા, વ્યવહારકુશળ અને બધા પક્ષના સંગઠનમાં માનવાવાળા ગૃહસ્થની પ્રમુખ તરીકેની પસંદગી કરવા માટે કૉન્ફરન્સના કાર્યકરો અને શેઠ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલને ધન્યવાદ ઘટે છે. જૈન સમાજમાં ચોમેરથી અવાજ ઉઠે છે કે હવે કૉન્ફરન્સ ઘણું સક્રિય અને પરિણામજનક કાર્ય કરી શકશે.
અત્યારે સમય, સંજોગ અને સ્થિતિ ઘણે અંશે વિષમ અને મુશ્કેલીભરેલા પ્રવર્તે છે. માનવ રાહત, સમાજેન્નતિ, કેળવણી પ્રચાર, ધંધાદારી યોજનાઓ, સામાજિક કાર્ય કરે અને સ્વયંસેવકોની અખિલ ભારતવર્ષના ધોરણે રચના, અખિલ ભારતીય જૈન સંઘની સ્થાપના, તીર્થરક્ષા અને જીર્ણોદ્ધાર, ધર્માદા ટ્રસ્ટના વહિવટ અને દેખરેખ, રાજદ્વારી ક્ષેત્રે જૈનેની પ્રગતિ, ધર્મ અને સાહિત્યને વિશ્વભરમાં પ્રચાર અને બીજા એવા અનેક મહત્ત્વના પ્રશ્નો ઉકેલવાના છે. આ બધા પ્રશ્નો કૉન્ફરન્સ હાથ ધરે, તેની ગંભીર વિચારણું કરી તેની
જનાઓ ઘડે અને અમલમાં મૂકવાનો સક્રિય પ્રયાસ કરે તે કૉન્ફરન્સની મહત્તા આપોઆપ વધશે. સહુનો સાથ અને સહકાર મળશે. અને તે માટે પૈસા પણ પૂરતા પ્રમાણમાં મળી રહેશે. નૌકાની સલામતી નાવિક ઉપર છે. સેનાની જીત સેનાપતિ ઉપર છે. સંસ્થાની ફતેહ પ્રમુખ ઉપર છે અને કાર્યની સિદ્ધિ નાયક ઉપર અવલંબે છે.
શ્રમણ સંસ્થામાં પણ સુમેળ અને સંગઠન સાધવાની સૌથી વિશેષ આવશ્યકતા છે. ધર્મગુરુઓ ધર્મ અને ધર્મસંસ્થાઓને અંગે ઉપસ્થિત