________________
શ્રાવક-શ્રાવિકા ઉત્કૃષ્ટ
[9]
(૧૯) શ્રાવક–શ્રાવિકાના ઉત્કની યાજનામાં સમાજહિતની બધી બાબતાને સમાવેશ થઈ શકશે. માનવસહાય, સ્વામીવાત્સલ્ય, વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ, પાઠશાળા, નિશાળેા કે હાઈસ્કૂલોની સ્થાપના, દવાખાના કે હાસ્પીટલ, નિવાસસ્થાના, સહકારી મંડળીઓ કે દુકાના, કળાજીવન કે ઉદ્યોગગૃહા અને એવા બીજા ગમે તે કાર્યો હાથ ધરી શકાશે અને તે ફંડના આ અને આવા કાર્યા માટે ઉપયાગ થઈ શકશે.
*
(૨૦) ટૂંકમાં, આ આખી યોજના, તેનું કાર્યક્ષેત્ર અને તેના હેતુએ ઘણાં વિશાળ, વિસ્તૃત અને સર્વવ્યાપી રાખવા જોઇશે. તેા જ તેના હેતુ સાધ્ય થશે, સમાજ તેની કદર કરી તેને સારી મદદ કરશે અને તે કાર્યં સદૈવ ચાલુ રહેશે.
વિક્રમની એકવીસમી સદીમાં આગલી વીસ સદી સુધીમાં કરવાના ઉપર દર્શાવેલ વીસ બાબતેાના બીજ રોપી તેના વૃક્ષ ઊગે, તેને ફળ અને ફૂલ આવે અને તેના આખી જૈન સમાજને લાભ મળે, તથા તેની છાંયા નીચે સૌ આરામ અને વિસામેા લઇ શકે એટલું જ નહિ પણ વૃક્ષો કાલે, ફૂલે અને એક સુંદર ઉપવન કે ઉદ્યાન અને, પ્રત્યેક જૈન તેના પાલક, પાષક અને રક્ષક અને—આ ભાવના, કલ્પના-ચિત્ર પ્રત્યક્ષ ક્ળે અને તેને અનુભવ, ઉપભોગ અને લાભ સૌને મળે તે માટે માત્ર શાસનદેવને પ્રાના કરાર નિષ્ક્રિય બેસી રહેવાથી કશું નહિ વળે, અધૂરા મનુષ્યો અધૂરાથી સ ંતાપ માને. આપણે તે કાર્યની શરૂઆત કરી દેવી, તેમાં રચ્યાપચ્યા રહેવુ અને એતપ્રાત થઈ જવુ અને એકરાગથી, એકનિષ્ઠાથી કામમાં લાગી જવું. જેએ આપબળનો ઉપયાગ કરે, જાતમહેનત કરે અને નમ્રતાપૂર્વક નિષ્કામભાવે કામ કરે તેને સમાજ, કુદરત અને શાસનદેવ પણ અવશ્ય સંપૂર્ણ સાથ અને સહકાર આપે. માત્ર “સર કાશી કી તમન્ના અબ હમારે દિલ મેં હય,” અને “કરેગે યા મરેંગે,” અથવા વ્હારે આધામિ, નહિ તે ફેકુંવાતચામિ”એ સૂત્રેાનો નાદ દરેક કાર્યકરના હૃદયમાં ગાજવા જોઇએ, ગુજવા જોઇએ અને વિશ્વભરમાં તેનો પ્રતિધ્વનિ પડવા જોઇએ. પ્રભુ મહાવીરનો આ આદેશ છે અને માનવ જાતનો આ સ`દેશ છે.
"6