________________
[૧૦ ]
અનુભવ-વાણું સમાજના જુદા જુદા અંગોપાંગો કે પ્રવૃત્તિઓનું બારિક અવકન કરતાં સ્પષ્ટ માલૂમ પડે છે કે-જેનેને ભૂતકાળ એટલે ભવ્ય, સમૃદ્ધિવાન, ગૌરવવંતો અને શાસનપ્રેમી હતિ તેટલે વર્તમાન કાળ દેખાતું નથી. કેટલાક આ વાત માન્ય નહિં કરે, પરંતુ સાચી સ્થિતિ પ્રત્યે આંખમિંચામણું કરવાથી સ્થિતિ સુધરી જતી નથી. આજે શારીરિક, માનસિક, બૌદ્ધિક, નૈતિક કે આધ્યામિક શકિત અથવા આર્થિક, કૌટુંબિક અને સામાજિક સ્થિતિ કેવી ક્ષીણ થઈ ગઈ છે, તે સી કેઈ સારી રીતે જાણે છે. આ બધાનું સૂક્ષ્મ રીતે નિરીક્ષણ કરી તેમાં પ્રાણ અને પ્રતિષ્ઠા પુરવા માટે કોન્ફરન્સ કટિબદ્ધ થાય છે તેમાં તેને જરૂર સફળતા સાંપડશે.
એક વ્યકિતથી છે કે બધું મહાભારત કામ પાર પડી શકતું નથી, છતાં જે નાયક શકિતશાળી હોય તો બધાં કરવાનાં કાર્યની સમીક્ષા કરી શકે. સૌ કાર્યકરોનું સંગઠન કરી જુથ ઊભું કરી શકે અને વાતાવરણ ઊભું કરી શકે. અને વાતાવરણ એવું ગાજતું અને ગુંજતું ઊભું કરે કે સૌને સાથ, સહકાર અને સહાય મળી શકે અને કાર્યો સિદ્ધ થઈ શકે. એકલાં ભાષણથી, ઠરાવોથી કે લેખોથી કામ નહિં પાર પડી શકે.
અધિવેશનના સમય સુધીમાં પ્રચારકાર્ય દ્વારા આખું વાતાવરણ સજે અને સૌને પરિચય સાધી સૌને એક જ મંચ ઉપર એકઠા કરી સૌના સહકારથી અધિવેશનને એવું યશરવી બનાવે કે સુવર્ણ જયંતીમાં સેના જેવા અનેક ઉતમ કાર્યો થાય; તેને ઈતિહાસ સનેરી અક્ષરે લખાય. ભવિષ્યની પ્રજા તેને લાંબા સમય સુધી સંભારે અને પ્રમુખ આદિ સૌ નેતાઓ અને કાર્યકરને યશ મળે. અધિવેશનના વરાયેલા પ્રમુખશ્રીના શુભ હસ્તે શરૂઆત આ રીતે થાય અને તેમાં તેઓ યશસ્વી નિવડે, એ ભાવનાવડે જ આપણે તેમનું અભિનંદન કરીએ તે ગ્ય ગણાશે.