________________
સાધુ-સમાજના ચરણે
[૧૧]
(૩) સાધુ-સમાજના ચરણે
ftએ કમાંથી અનેક, અનેકમાં વિધવિધ પ્રકાર, તેમાંથી વિકાસ,
વિકાસમાંથી વિકાર અને વિક્રિયા, અને છેવટે અંત અથવા વિદાય,” આ ક્રમ કુદરતમાં, સમાજમાં, વ્યવહારમાં, પ્રવૃત્તિના દરેક વ્યવસાયમાં, અને વ્યકિતના જીવનમાં દરેક સ્થળે અને દરેક સમયે માલૂમ પડે છે. તેથી એમ સહેજે માનવું પડે છે કે આ નિયમ સ્વયંસિદ્ધ છે.
શાસ્ત્રના સિદ્ધાંત અનુસાર કોઈ પણ મૂળ વસ્તુ કે મૂળ તત્વ નાશ પામતું જ નથી. માત્ર તેનું રૂપાંતર થાય છે, જેને આપણે “પર્યાય”થી ઓળખીએ છીએ. જેમ કે વરાળમાંથી પાણી, પાણીમાંથી હિંમ અથવા બરફ અને બરફમાંથી પાછું પાણી, અને પાણીમાંથી છેવટે વરાળ થાય છે. વળી જેમ માટીમાંથી ઘડા થાય છે અને ઘડે ફરી જતાં તેમાં રહેલી માટી કાળક્રમે માટી બની માટીમાં મળી જાય છે. કાળનું ચક્ર પણ આ રીતે ફર્યા કરે છે. નીચેથી ઉપર જઈ વળી પાછું નીચે આવવું પડે છે.
જીવ અને અજીવ તત્ત્વમાં મુખ્ય તફાવત એ છે કે–જીવ પુરુષાર્થ કેરવી શકે છે અને પોતાની ગતિ ઊંચી દશામાં કરવી કે નીચી દશામાં કરવી તે તેની પોતાની સત્તામાં છે. અજીવ તત્ત્વ આત્માની શકિતવડે જ સ્કુરાયમાન થાય છે, તેને પોતાની ચેતના હેતી નથી. દેહ અને આમાની વચ્ચે કઈ રીતે વ્યવહાર થાય છે, તે કોયડો હજુ સુધી સંતોષકારક રીતે ઉકેલી શકાયું નથી.
આજે આપણે સમાજ અને ચતુર્વિધસંઘ કાળચક્રની ઊર્ધ્વગતિએ છે કે અધોગતિએ છે? આને જવાબ કોણ આપશે ? કારણ વિના