________________
[ ૧૨ ]
*
અનુભવ-વાણી
કાં સંભવી શકતું નથી, એ સાચું જ છે. તેમ કાર્ય કે ક્રિયાનુ પરિણામ પણ હોય તે પણ નિશ્ચિત વાત છે. ભૂતકાળની પરિણતિ વર્તમાનકાળ છે અને વર્તમાનકાળની પરિણતિ ભવિષ્યકાળ છે. એટલે જગતમાં જે કાંઈ આજે પ્રવતી રહ્યું છે તે દરેકમાં આ ક્રમ અબ્બાધિત રીતે અવિરતપણે દ્રશ્યમાન થાય છે. એટલે કાર્યકારણભાવવડે આખું વિશ્વ, બધા પદાર્થા, અને બધી ક્રિયા એકબીજા સાથે સંબંધ ધરાવે છે, એક ખીજા સાથે સંકળાયેલા છે, અને અન્યોન્યાશ્રિત છે. આ વાત સમજપૂર્વક ખ્યાલમાં રાખી આપણે સૌ જીવન વીએ તે સમાજમાં સુખ, સતાષ, શાંતિ અને આનંદમંગળ પ્રવર્તાવી શકીએ એમ શાસ્ત્રો અને ગુરુદેવા ખાત્રી આપે છે.
ચતુર્વિધ સંધની રચના તીથંકર પ્રભુ કરે છે. તેમણે ઘડેલ અને આદેશ આપેલ નિયમા પ્રમાણે આપણે પોતાતાની ફરજ બજાવવી જોઇએ. આ નિયમે અને તેને અંગેની સાચી કવ્યપરાયણતાનું જ્ઞાન કે ભાન અત્યારે કેટલાને છે ? અત્યારના કરતાં ભૂતકાળમાં શ્રમણવર્ગની સંખ્યા અનેકગણી હતી એમ ઇતિહાસ સાક્ષી પૂરે છે. અને શાસ્ત્ર કે તિહાસની હકીકત ખોટી માનવાનુ કારણ નથી. પૂર્વકાળની સમાજરચના કેવા પ્રકારની હતી તે સબધી આજે સમાજે અને ચતુર્વિધ સંઘે ગુરુગમદ્રારા એ જાણવું જરૂરનું છે કે:
૧. જે જે સંઘની સ્થાપના થતી તેમાં સધતિની નિમણુંક થતી કે કેમ ? કે સંઘપતિ વિનાના સંધ હાઇ શકતા ? મુંબઇના સધને સધપતિ કાણુ ?
૨. મુનિમહારાજોમાં ગુચ્છભેદ કે સંધાડા કેટલા હતા ? તે બધા વચ્ચે પરસ્પર દિલને સુમેળ અને પૂજ્યભાવ હતા કે કેમ? અને બધાના એક નિયામક નાયક હતા કે કેમ ?
૩. એક બીજા ગચ્છનાયકા વચ્ચે સામસામા આક્ષેપેા અને લીલા છાપાઓમાં, પત્રિકા દ્વારા કે વ્યાખ્યાનામાં અને ઉપાશ્રયામાં આજની માફ્ક થતા કે કેમ ? અને કેટલા પ્રમાણમાં થતા ?