________________
શાધુ-સમાજના ચરણે
[૧૩] ૪. શાસ્ત્રાર્થ કે વાદવિવાદ માટે જાહેર સભાઓ ગોઠવાતી હતી ? અને તેમાં છેવટને નિર્ણય કરવાનું કામ પક્ષકારોને સોંપાતું કે કોઈ પ્રખર વિદ્વાન મહાપુરુષને સેંપાતું ?
૫. તિથિચર્ચા અંગે આજના જેવા ઝઘડાઓ અને ચોથ કે પાંચમની સંવત્સરીના પ્રતિક્રમણના આઘાતપ્રત્યાઘાત અને વેરવિરોધના વમળ અગાઉ થયેલાની ઐતિહાસિક નોંધે છે કે નહિ ?
૬. કાચી બુદ્ધિના અને ઓછી સમજણના નાની ઉમરના કેટલા બાળક બાળાઓને માબાપની જાણ કે સ્થાનિક સંઘની સંમતિ વિના દીક્ષા અપાતી ?
૭. દેવદ્રવ્ય, સાધારણ ધાર્મિક સંસ્થાઓના વહીવટ અને હકુમત વિ. કારણે સંઘમાં વાદવિવાદ, ઊહાપોહ કે વિક્ષેપ અગાઉના વખતમાં કેવા થતા કે કેવા પડતા ?
૮. ધુરંધર મુનિરાજે વચ્ચે જુદે જુદો મત કે અભિપ્રાય પ્રવર્તતો હેય તે છેવટને નિર્ણય સંઘને ગ્ય લાગે તે કરીને તે પ્રમાણે કામ થતું ? કે દરેક સંધ પોતે પિતાને ઠીક લાગે તે રીતે ગમે તે એક ગુરુમહારાજને પૂછી તેઓશ્રી જે માર્ગદર્શન આપે તે પ્રમાણે અમલ કરતા ?
આ અને આવા બીજા અનેક પ્રશ્નોએ સમાજનું વાતાવરણ બહુ જ ડોળી નાખ્યું છે અને અંતે પાયમાલીના પથે સૌ પ્રયાણ કરી રહ્યા છીએ. અને છતાં “સાચું શું?” તેને નિર્ણય થતો નથી; અને સમય, શકિત અને સંપત્તિની ફનાગીરી થતી રહે છે. કોણ જીત્યું? કોણ હાર્યું ? કેણ સાચું ? કશું ખોટું ? કઈ વસ્તુ શાસ્ત્રપ્રમાણ? એ તો કઈ કહી શકતું નથી. આ વસ્તુ ગુરુવર્યોને કોણ કહે કે કહી શકે ? કે કેણ સમજાવી શકે ? તેઓમાં પણ એટલી ભીતા જોવાય છે કે ખાનગીમાં પોતે જે માનતા હોય છે તે સ્પષ્ટ કહે છે; પણ લેખિત માગીએ અથવા જાહેરમાં તેનું નામ આપીએ તે તેની તે ના કહે છે