________________
[૧૪]
અનુભવ-વાણી
તેનામાં હોય તે લેકે તેને ભરેસે કરતા નથી. ધીમે ધીમે હરિફાઈ ઈર્ષ્યા કે લાલચને કારણે બીજા દલાલ હરીફે ઊભા થાય છે, ધંધો અને કામકાજ વહેંચાઈ જાય છે અને છેવટે જે સાચે, સારે અને પ્રમાણિક હોય છે તેનું કામકાજ સારું ચાલે છે અને લુચ્ચાઈથી કામ કરનાર થોડો વખત લાભ લે છે, પણ છેવટે તે પાછો પડે છે.
ભીયા હોય ત્યાં ધુતારાને ધંધો ચાલે છે.” મનુષ્ય સ્વભાવ સૈધું અને સસ્તું શેધવાને છે પણ લેકેએ સમજવું જોઈએ કે દેખાવમાં સોંઘું અને સસ્તું લાગે છે તેમાં મોટા ભાગે દગો વધુ હોય છે અને સવું એ સરવાળે મેંવું જ પડે છે.
૨. મેટા શહેરમાં વેપાર મોટા પ્રમાણમાં, વિસ્તૃત અને અનેક પ્રકારનો હોય એટલે તેમાં દલાલેની ખાસ જરૂર રહે છે, અહીંયા વેપારીઓ કમીશન એજન્ટ કે આડતીયા અને દલાલે એ ત્રણે મોટા ભાગે જુદા જુદા છે. ઘણું વેપારીઓ વેપાર અને આડતનું બંને કામ એક સાથે કરતા હોય છે, મુંબઈ કરતાં અમદાવાદ, સુરત, સોલાપુર વિગેરે શહેરમાં આવું સંયુક્ત કામ કરનાર વિશેષ હોય છે, પરંતુ આવા વેપારીઓ પોતે જે માલને વેપાર કરતા હોય તે જ માલની આડતને ધંધો કરતા હોય છે, તેઓને માલમાં નફે મળે છે અને તે ઉપરાંત આવડત કે કમીશન પણ મળે છે, આવા વેપારીઓ માલખરીદી દલાલો મારફત કરે છે, પણ માલ વેચાણમાં દલાલની જરૂર તેઓને રહેતી નથી.
કેટલીક પેઢીઓ માત્ર શરાફી, હુંડીપત્રી અને આડતનું જ કામકાજ કરતી હોય છે, તેઓ લાખોનું કામકાજ કરે છે, માથાને વેપાર તેઓ ભાગ્યે જ કરે છે, કઈ વખત તક હોય અને માથે જોખમ કરી લે તે જુદી વસ્તુ છે, આવી પેઢીઓને આડતીઆઓ ઘણું હોય અને બધી જાતને વેપાર કરવાવાળા હોય એટલે દરેક બજારના ખરીદીકામ માટે તે તે બજારના જાણકાર દલાલે રાખવા પડે છે અને તેઓની