________________
લાલ અને દલાલીનું ધોરણ ૯
[ ૧૪૫]
મારત ખરીદીનું કામ થાય છે. આવા દલાલે કાયમ માટે મુકરર કરેલા હોય છે. અને તેઓ પેઢીઓના પ્રતિનિધી તરીકે પેઢીઓ વતી ખરીદીનું કામ કરે છે. આવા દલાલે પાસે કાયમ ખરીદીનું કામ રહેતું હોય એટલે બજારના વેપારીઓ તેઓની ખુશામત કરતા હોય છે. અને દલાલે પ્રમાણિક, મહેનતુ અને અનુભવી હોય તો જ પેઢીઓની ખરીદીનું કામ તેઓને મળે છે.
બજારમાં ધારણ એ છે કે માલ વેચનાર વેપારી દલાલને દલાલી આપે છે. માલ. લેનાર દલાલી આપતું નથી. જેમાં દલાલ ન હોય તે સદામાં લેનાર વેપારીને પોતાને દલાલી મળે છે, પરંતુ બજાર ભાવની ઉથલપાથલ અને વધઘટ હોય ત્યારે હાથોહાથના સોદા લઈ લેનાર દલાલીને લાભ પોતે લેવા માગતા હોય તો તે વેપારી ભાવમાં મારે ખાય છે, કેમકે માલના ભાવ બધી દુકાને એક સરખા હોતા નથી. કેણુ વેપારી પાસે માલ છે, અને કયે વેપારી વેચવાલ છે, તેને
ખ્યાલ દલાલોને હોય છે; પણ પેઢીઓવાળાને બહું ન હોય. મોટી શહેરમાં સમયની વધુ કીંમત હોય છે, એટલે એક માલ કે એક સોદા માટે સસ્તા માલની ધમાં આખો દિવસ એક માણસ રેકાએ રહે તે પેઢીવાળાને કે વેપારીને પણ પિવાય નહીં, એથી જ દલાલ મારફતે માલની ખરીદી કે વેચાણ કરવું તે જરૂરનું છે.
(૩) ચોમાસામાં જેમ જીવજંતુઓ ઉભરાય છે, તેમ વેપારમાં કામકાજ અને સટ્ટાની લે-વેચ ખૂબ જ ચાલતી હોય ત્યારે દરેક બજારમાં દલાલે પણ ઉભરાઈ આવે છે. જેને નોકરી ન મળે તેઓ પણ દલાલી કરવા લાગી જાય છે. બહુ મહેનત કે જખમદારી વિના એકાદ સંદે ગમે ત્યાં આખા દિવસમાં થઈ જાય એટલે દલાલને રૂ. ૫, ૧૦, ૨૫ કે વધુ રકમની દલાલી થઈ જાય. દલાલીમાં દલાલને માસિક જે કમાણી થાય છે. તેના ચોથા ભાગની કમાણી તે પોતે વેપારમાં કે નોકરીમાં મેળવી