________________
[૧૪૬ ]
*
અનુભવ-વાણી
શકતો નથી. કેટલાક તો ચાલુ કરી છોડીને દલાલીનું કામ કરતા થઈ જાય છે. કેટલાકને નોકરી કે કામધંધો ન મળતા હોય તેઓ પણ દલાલી શરૂ કરે છે અને મહીને સે, બસ કે વધુ કમાય છે. દલાલ આવા સમયે લાયકાત કે આવડતથી કમાતા નથી. તેઓ નેકરી કરવા જાય તે તેઓમાંના નીચલા થરને કોઈ નોકરીમાં રાખનાર નથી મળતા. કેમકે તેઓમાં નેકરી કરવાની લાયકાત જ હોતી નથી. વચલા થરના ભાણનું માનસ એવું થઈ જાય છે કે તેઓ દલાલી સિવાય બીજું કામ કે નોકરી કરવા તૈયાર થતા નથી. અને દલાલી ચાલે, ન ચાલે કે ઓછી ચાલે, પણ દલાલીને જ વળગી રહે છે અને ગમે તેમ કરી ગાડું ચલાવે જાય છે. ઉપલા થરના ધરખમ અને નામચીન મોટા દલાલેએ તે સટ્ટાની કે વાયદાની રેલમછેલમાં એટલી મોટી કમાણી કરી લીધેલી હોય છે કે મંદીમાં દલાલી ન થાય કે ઓછી થાય તો પણ તેઓને બહુ દરકાર હોતી નથી. આ બધી વસ્તુને સાર એ છે કે જેઓએ એક વખત દલાલીને સ્વાદ ચાખ્યો છે તેઓ બીજા કોઈ કામ કે નેકરી કરવા લાયક રહેતા નથી. તેઓને કોઈ નેકરીમાં રાખે પણ નહીં, અને તેઓ નોકરી કરી શકે પણ નહીં. ધંધો કરવા જાય તે ભાર જ ખાય અને નુકસાની જ કરે એટલે દલાલે દલાલીના કામમાં જ જિંદગી પૂરી કરવાની રહે છે. આ સ્થિતિ બજારના ચાલુ દલાલની છે. પેઢીઓના કે કારખાનાના દલાલને આ નિયમ લાગુ પડતો નથી.
- (૪) દલાલીના દર શું વ્યાજબી ગણાય? આ પ્રશ્ન બહુ જ મહવને છે. જેમ વેપાર કે સટ્ટો વધુ, તેમ દલાલી અને તેને દર વધુ હોય છે. પૈસા રેકી માલનું, મહેનતનું અને નફા નુકસાન તથા આસામી ખાધનું જોખમ કરનાર વેપારી કરતાં દલાલ વધુ કમાય, વિના જોખમે અને ઓછી જુજ મહેનતે મોટી રકમ કમાય, એ. ધંધાના નિયમથી તદ્દન ઉલટું અને અનિષ્ટ છે. તૈયાર માલના સોદામાં અને માલની લે-વેચમાં સેંકડે પા કે દલાલી વ્યાજબી છે. કાપડ