________________
દલાલ અને દલાલીનું ધોરણ જ
૧૪૩]
( ૮ ) વેપારધંધામાં દલાલેની સંખ્યા અને દલાલીનું ધોરણ
પારમાં લેનાર અને વેચનાર વેપારીઓ એકબીજાની ગરજને
લાભ જ લે અને સદાઓ અટકી ન પડે તે માટે વેપારની સરળતા અને ભાલની લે-વેચ માટે દલાલની આવશ્યકતા અત્યારના જમાનામાં વેપારના દરેક ક્ષેત્રમાં અનિવાર્ય છે. ન્હાના મોટા ગામડાઓ અને શહેરમાં અનાજ, ઘી, તેલ, ગોળ, બકાલું વી. બહારગામથી બજારમાં વેચાવા આવે છે તે બધે માલ વેચનારા દલાલ હોય છે. આવા માલ ઉછાણી કે હરરાજી કરી દલાલ વેચી નાખે છે. તે માલને જેમ કે માપ દલાલ કરી આપે છે. માલના પૈસા રોકવા, લેનાર પાસેથી લઈ લે છે અને હિસાબ કરી પોતાની દલાલી, માલ ઉપર ચઢેલ મજૂરી, ખર–ખરાજાત કે જકાત ખર્ચ વી. કાપી લઈને બાકીના પૈસા રોકડા માલધણીને આપે છે. પૈસાની જોખમદારી આવા દલાલે ઉપર રહે છે. લેનાર પાસે માલના ચુકવવાના પૈસા પૂરેપૂરા ન હોય તો દલાલ પોતે તે પૈસા માલધણીને ચૂકવી આપે છે અને લેનાર વેપારી પાસેથી દલાલ વ્યાજ પણ લે છે. આ રીતે ગામડાઓમાં અને શહેરમાં વેપારની ચાવી દલાલોના હાથમાં હોય છે. આ દલાલે મેટા ભાગે દુકાનદાર વેપારીઓ જ હોય છે અને તેઓ મુખ્યત્વે કરીને વેપાર, દલાલી અને આડત-એ ત્રણે કામ એક સાથે કરતા હોય છે.
આવા માણસ મહેનતુ હેય, અનુભવી હોય, તેનાર અને વેચનાર બંનેના વિશ્વાસને પાત્ર હોય, પ્રમાણિક અને ન્યાયસંપન્ન હોય, બુદ્ધિશાળી, હીંમતવાન અને બોલવે ચાલ વિશાળ હોય અને સૌની સાથે મિલનસાર હોય, તો તેઓ ગામડામાં “વેપારના રાજા” ગણાય છે અને તેઓને “હામ, દામ અને ઠામ' ત્રણે વસ્તુ મળે છે પણ જે અનીતિ, જૂઠ, દગો, ઓછાવધુ તોલમાપ, પક્ષપાત કે અંગત સ્વાર્થ