________________
[ ૨૩ ]
૮. કોઇ આપણને ઉપયોગી ન થાય તો દુ:ખ લગાડવું નહિ. આપણાથી બને તેટલું ખીજાનું ભલું કરવું અને ભલું ઇચ્છવું. પણ કોઇનું કઢિ ભુરૂ તે ન જ કરવું કે ન ઇચ્છવું. ૯. ઉપકારના બદલામાં કોઇ આપણા ઉપર અપકાર કરે અથવા કોઇ આપણી અપકીર્તિ કરે કે આપણા અવણુવાદ બેલે તે તેઓની દયા ખાવી. પણ કાર્યનુ કર્દિ આપણે અહિત ન કરવું.
૧૦. જીવન જેટલું બને તેટલું સાદુ અને સંયમી જીવવું. ૧૧. સિદ્ધાંત કે નિયમને ચુસ્તપણે વળગી રહેવુ.
૧૨. ધધા કે વ્યાપારમાં ગમે તેટલી આવક કે લાભ હોય તે પણ ૫૬ વર્ષની વયે અથવા બહુ બહુ તો ૬૦ વર્ષની ઉંમર થાય એટલે નિવૃત્તિ લઇને જાહેર સેવાની પ્રવૃત્તિમાં જોડાવું.
૧૩. સમાજમાં જન્મ્યા છીએ એટલે ૧૦ વર્ષ સુધી સમાજનુ ઋણ ચૂકવી આપવાના હેતુથી સમાજહિતની નિર્માળ પ્રવૃત્તિઓ, કશી પણ અપેક્ષા રાખ્યા વિના, સદ્ભાવ અને સદ્ગુદ્ધિપૂર્વક તટસ્થ ભાવે કરવી. ૧૪. લેાકહિતની કે અન્ય ધાર્મિક પ્રવૃત્તિએ જો કે સારી છે; તે છતાં તેમાં પણ રાગ-દ્વેષ થયા વિના રહેનેા નથી. એટલે આત્મકલ્યાણ સાધવા માટે એકાંત, મૌન, જાપ, ધ્યાન, યોગ અને આત્મવિચારણાના માર્ગ જ જરૂરને છે. માટે ૭૦ વર્ષની ઉંમરે આ બધી બહારની પ્રવૃત્તિએ ાડી દેવી અને આત્મસાધના માટે જગતથી દૂર જઇ એકાંતમાં રહેવું. ૧૫. મેહ, મમત્વ અને આસક્તિ ઘટાડતા જવા, નિ`મત્વની સ્થિતિ પ્રાપ્ત કરવી અને પેાતાના કલ્યાણ સાથે જગતના કલ્યાણની ભાવના ભાવવી