________________
[ ૨૪ ]
આ નિર્ણયનો અમલ કરવાને દઢ સંકલ્પ દષ્ટિ સમક્ષ રાખે છે, અને તેને અમલ થાય તે માટે પ્રતિક્ષણે સાવધ રહું છું. .
આને લઈને સોલીસીટરને અભ્યાસ ન કર્યો અને કાપડના ધંધામાં દાખલ થયે. ૧૯૧૮ માં પહેલી લડાઈ પુરી થઈ ત્યારે કાપડના ધંધામાં એકાએક ઓચિંતી મંદી આવી. ભાવો એકદમ ઘટી ગયા. દરેકને સદાઓમાં મોટી રકમની, કેટલાકને ગજા ઉપરાંતની નુકસાની જવા લાગી. માલને અકેક ના કે મોટો જથ્થો મૂળ ધણીને ત્યાંથી વેચાયો હોય. તેના ઉપર અનેક વચલી પાર્ટીઓના નફા ચઢીને છેલ્લા વેપારીને ઘરમાં ઉંચા ભાવે આવતું હોય. જે માલ જેના ઘરમાં ઉંચા ભાવને પડ્યો હોય તેમાં તે તેને ખોટ જાય. પરંતુ જેઓએ આવતું કે બનતું માલ ઉંચા ભાવે લીધા હોય તે માલ જ્યારે આવ્યો ત્યારે કોઈએ પૈસા ભરીને ઉપાડ્યો નહિ; એટલે વાંધા પડ્યા. અને આવડી લાંબી ગૂંચ શી રીતે નીકળે ? આ કટોકટીને અને કસોટીને સમય હતા. આવી સ્થિતિમાં સારા વેપારીઓ પણ ટુકી જાય; તે નબળા કે લુચ્ચાનું તો ગજું જ શું ? કાપડ બજાર માટે ખરેખર આ કપ અને કટોકટી સમય હતે. કઈ પણ વેપારી ભાલ ઉપાડે નહિ કે નાણા ચુકવે નહિ. આખો દિવસ નેટીસ કે ચિઠ્ઠીપત્રીઓ અને તેના સવાલજવાબ આપવાનું કામ દરેક દુકાને ચાલતું હોય. દલાલે અને નોકર ચાકરે આમથી તેમ દેડાદેડી કરતા હોય. આ સમયે મુ. કાકાશ્રી ચત્રભુજ મોતીલાલ ગાંધીનું, પિતાનું કામ, તેમના વતી તેમની અનેક ભાગીદારીના વહીવટનું કામ અને મારી પિતાની કુટુંબીજનેની મજમુ ભાગીદારીનું કામ, આ બધું સંભાળવાની, પતાવવાની અને તેમાંથી ઓછી નુકસાનીએ છુટવાની જવાબદારી મારા ઉપર આવીને પડી. આમાં મને બધી જાતને અનુભવ મળે. જીવનની પ્રગતિ માટે આ પહેલું પગથિયું હતું. હું જરા પણ હતાશ ન થયે કે હિંમત ન હાર્યો. બધી પરિસ્થિતિને બારીક અભ્યાસ કરીને તે બરાબર સમજી લીધી. ભાલે, માની જાત અને બનાવટ તથા તેને વપરાશ અને