________________
[ ૨૫ ] ઉપયોગ, તેના કણ કણ ખરીદનારા છે, અસલ ઓછામાં ઓછો તેને શું ભાવ હતો, વધુમાં વધુ શું ભાવે વેચાયો છે, માલ પ્રથમ
ક્યા વેપારીને ત્યાંથી નીકળ્યો છે. છેલ્લે કોના ઘરમાં શું ભાવે જાય છે, આપણે પોતે આ સોદામાં કેટલામી પાર્ટી છીએ; જેને માલ આપણે લીધે છે અને જેને માલ આપણે વે છે તે બંને આસામી સદ્ધર છે કે નબળા –આ બધી બાબતે સમજી લીધી. છેવટે વેપારની મંડળી દ્વારા એમ નકકી કર્યું કે દરેકે પોતાને નફે જતો કરવો, અને નુકસાની પેટે છેલ્લી લેનાર પાટએ એક ગાંસડી દીઠ રૂા. ૧૦૦) અને વચલી દરેક પાટીએ એક ગાંસડી દીઠ રૂા. ૧૦) આપવા. આ બધી રકમ મૂળ ધણીને આપવી અને આ રીતે બધે માલ કેન્સલ કરાવો. આ રીતે ઘણા વાંધાઓની પતાવટ થઈ. આ કામથી બધા વેપારીઓને ઓળખવાની મને તક મળી. ધંધાની આંટીઘૂંટી, નૈતિક ધરણ, રીતરિવાજો, માની જાત, પરખ અને પડતરભાવ, ખરીદી–વેચાણ અને નાણાને વ્યવહાર–એ બધું જાણવાનું મળ્યું અને પરિણામે આ પ્રકારને ધંધાને સર્વદેશીય અનુભવ કાપડના ધંધામાં આગળ વધવામાં અને સ્થિર થવામાં મને બહુ ઉપયોગી થયે.
બે વર્ષ સુધી હાથશાળ અને યંત્રશાળના કાપડને, તે પછી જાપાનીસ કેરા કાપડને, અને ઈંગ્લીશ ગરમ તથા ફેન્સી કાપડને, અને અમુક અંશે વિલાયતી રંગીન, છાપેલ અને ધોએલ કાપડને અનુભવ વિના વેતને અથવા રૂ. ૬૦)ના માસિક નવા પગારે સ્વેચ્છાથી લીધે. ધંધાનું શિક્ષણ, તાલીમ કે અનુભવ પુરેપુરા લેવા હોય તે પગારને વિચાર બહુ ન કરવો. અભ્યાસમાં ગ્રેજ્યુએટ થયો તેમ “ધંધાદારી ગ્રેજ્યુએટ” થવાની મારી નેમ હતી. પરદેશી કાપડનું કામકાજ, માત્ર અનુભવ લેવા ખાતર જ, આ રીતે મેં થેડે વખત કર્યું. લડાઈના આખરી સમયમાં તેજીની ટોચે કંઈક કમાઈ લેવાની ઈચ્છાએ થોડોક વેપાર આવતું માલને મેં કર્યો. વગર પૈસે અને વિના મહેનતે જલદી કમાઈ લેવાની ઈચ્છાથી ધંધે કરે તે એક પ્રકારને