________________
[ ૨૬ ] સદ્દો જ કહેવાય. મારા આ વાયદાના વેપારમાં મારા ભાગે રૂ. ૭૦૦૦ની નુકશાની થઈ. મારી પાસે તે કશી જોગવાઈ હતી જ નહિ. છતાં દાનત સાફ હતી અને દેવાની વૃત્તિ હતી. એટલે તેટલી રકમનું મેં પ્રેમચંદ રતનજીની કંપનીને ખાતું પાડીને સહી કરી આપી. પગારની અને ભણાવવાની જે કાંઈ આવક આવતી તે તેમને ત્યાં દર માસે હું ભરતે. તેઓએ એક બે સદા મને આપીને રળાવ્યો અને તે નફાની રકમ પણ મેં દેવા પેટે જમા કરાવી. જ્યાં સધી દેવું ચુકતે ભરપાઈ ન થાય ત્યાં સુધી મુંબઈમાં ઘર ન માંડવું એવી મારી પ્રતિજ્ઞા હતી. અઢી વર્ષે દેવું પુરૂ થયું. ત્યાર પછી જ મેં જગ્યા ભાડે લઈને મારા કુટુંબને મુંબઈ તેડાવ્યું. નુકશાનીના અનુભવે મારી નૈતિક ભાવનાની કસોટી કરી અને તેમાંથી હું સાંગોપાંગ પાર ઉતર્યો; તેથી ધંધાદારી ક્ષેત્રે અને સમાજમાં હું મારું સ્થાન સ્થિર કરી શક્યો.
શેરૂ દેવકરણ મુળજીને ત્યાં પાંચ મીલેની વેચાણ એજન્સી આ અરસામાં નથી આવી. શેઠશ્રીની સાથે અંગત પરિચય અને સંબંધ સારે હતો અને તેમને મારા કામનો અનુભવ થઈ ગયો હતો, એટલે તેમણે મને રૂા. ૧૦૦ને પગારથી શાપુર મીલના સેલ્સમેન તરીકે રાખી લીધો. મારા હાથ નીચેને માણસ જુનો હોવાથી તેને રૂા. ૧૫૦ ને પગાર, બીજ સેલ્સમેનેને રૂા. ૧૫૦ નો પગાર, એકને રૂા. ૫૦૦ ને પગાર, આ રીતે હતું. સૌથી ઓછા પગારને સેલ્સમેન હું હતો. કેટલાએક આમાં મારી લઘુતા ભાનતા અને મને ટકેર પણ કરતા. હું એક જ જવાબ આપતો:–“બીજાઓ અનુભવી છે. હું તે શીખાઉ અને નવો છું. વગર પગારે કામ કરવા કહે તે પણ હું કરવા તૈયાર છું. મારે તો શીખવું છે, જાણવું છે અને થોડા સમયમાં બધું જાણી લેવું છે.” આ મારી ઉપાસના, શ્રદ્ધા અને ટેકને પરિણામે આઠ મહિના પછી દિવાળી સમયે બીજા સેલ્સમેનને રૂ. ૨૦૦, મને રૂ. ૨૦૦ અને મુખ્ય સેસમેનને રૂા. ૬૦૦ નો પગાર શેઠે ખુશી થઈને કરી આવે.
પ