________________
[ ૨૭ ] નોકરી કે ધંધાને અંગેના મારા નિયમે આ પ્રમાણે હતાઃ૧. ધંધાની નાની–મેટી બધી બાબતનું કામકાજ જાતે કરવું ?
અને તેને સંપૂર્ણ અનુભવ મેળવ. ૨. અનુભવથી યેગ્યતા વધારવી અને ઉચ્ચમાં ઉચ્ચ સ્થાને
વહેલામાં વહેલું પહોંચવું. ૩. ધંધામાં પણ સત્ય, નીતિ, પ્રમાણિકતા, ન્યાય અને પરોપ
કારવૃત્તિ છોડવી નહિ.' ૪. કદરદાન શેઠની જ નોકરી કરવી. ૫. પગાર કે પ્રમોશનની કદી યાચના ન કરવી. કદર ન થાય
તે બીજે કશે સ્થાન શોધી લેવું. ૬. સૌનું ભલું કરવું અને ભલું ઈચ્છવું. ૭. કદી કેઈની ખુશામત કરવી નહિ, જરૂર પુરતું જ બોલવું. ૮. આપણા કામમાં જ રચ્યાપચ્યા રહેવું. ૯. ધંધામાં અનીતિ કે પક્ષપાત કરે નહિ. ૧૦. શેઠ કે બીજા સૌની સાથે, નોકરી કે કામકાજ છેડી દીધા
પછી પણ પ્રેમભર્યો મીઠે સંબંધ કાયમ જાળવી રાખવે. ૧૧. પૈસાનો લેભ કે લાલચ ન રાખતાં સ્વમાન, નિષ્ઠા અને કર્તવ્ય
પાલનનો સંતોષ એ જ સાચું સુખ અને સાચી સમૃદ્ધિ છે, તે રીતે મનને કેળવવું.
આ નિયમે ઠેઠ સુધી પાળ્યા છે; પાળવાની સતત કાળજી રાખી છે. અજાણતાં ક્ષતિ થઈ ગઈ હોય તો તે માટે પશ્ચાતાપ જરૂર કર્યો હશે. સારામાંથી સારૂં જ પરિણમે એ મારી દઢ શ્રદ્ધાને મને જીવનમાં પ્રત્યક્ષ અનુભવ અનેક પ્રસંગે થયો છે. બસે રૂપીઆમાંથી ત્રણસો, સાડા ત્રણ, છસો અને છેવટે માસિક સાડા બારસની પગાર તથા