________________
[ ૨૨ ]
ગ્રેજ્યુએટ થયા પછી સેાલીસીટરને અભ્યાસ મારી બુદ્ધિ અને શક્તિને વધુ અનુકૂળ થશે એવી મારી પરીક્ષા અને સેટી કરીને શ્રી માતીચંદ્ર ગીરધર કાપડીઆ સેાલીસીટરે અને અન્ય સ્નેહીજનાએ મને ખાસ સલાહ આપી હતી. પરંતુ મારા જીવનમાં બાળપણથી ફ્રુટલાક નિર્ણયા મેં નક્કી કરી રાખ્યા હતા; જેમાંના મુખ્ય મુખ્ય નીચે મુજબના છે :
-.
૧. કાયદાના અનુભવ મેળવવા પણ કાયદાના ધંધા કરવા નિઙે. ૨. મારા કુટુંબમાં કેઇ ગ્રેજ્યુએટ થયેલ નહીં. માટે ગમે તેમ કરી મારે ગ્રેજયુએટ થવુ.
૩. પરદેશી કેઇ પણ માલના ધંધા કે તેની આડત કે દલાલી કરવી નહિ; અને એ રીતે દેશનું નાણું પરદેશ મેકલી દેશને નિન અને પરાધીન બનાવવા નિહ.
૪. ગમે તેવી સારી નેાકરી મળે તે પણ આખી જીંદગી સુધી નેાકરી કરવી નહિ. અનુભવ ખાતર થાડા સમય નોકરી કરવી પડે તેા કરવી. પણ નોકરીમાં ય મુખ્ય ધ્યેય તે સ્વતંત્ર ધંધા કરવાનું રાખવું. આપણી બુદ્ધિ, શક્તિ અને અનુભવના ઉપયાગ કોઇ પણ દેશી ધંધાને ખીલવવામાં કરવેા. ૫. નોકરી કે ધંધામાં કઢિ પણ ચારી, જુઠ, અનીતિ કે વિશ્વાસઘાત કરવા નહિ, લાંચરૂવત લેત્રા નહિ કે બીજા ફાઇની ઈર્ષ્યા કે હરિફાઇ કરવી નહિ.
૬. જે કાંઇ કમાણી થાય તેમાંથી એાછામાં એછા ૨૫ ટકા સારા કામમાં અથવા બીજાઓને મદદરૂપ થવામાં આપવા
૭. કેાઈની આજીજી કે ખુશામદ કરવી નહિ; કાઈની યા માગવી નહિ; કે કાઇની કશી આશા રાખવી નહિ.