________________
શરદી અને તેના ઉપાયે ક
[૧૮૯] છે. માટે જ મન, વચન અને કાયાને શુદ્ધ રાખવાનું, તેને સારે ઉપયોગ કરવાનું શાસ્ત્રો કહે છે. તે શીખવા માટે સુદેવ, સુગુરુ, સુધર્મનું શરણ સ્વીકારવું જોઈએ અને તેને વધુમાં વધુ સત્સંગ કરવો જોઈએ.
જીવનને ઉન્નત કરવા માટે મન, વચન અને કાયાને સદુપયોગ, ધર્મ પ્રત્યે તેનું વલણ અને પાપમાંથી પાછા હઠવું, એ માર્ગ દરેકે સ્વીકારવો જોઈએ. આને માટે જ ધર્મ અને ધર્મની ક્રિયાઓ છે, અન્ય પ્રાણીઓમાં આવી વિચારશક્તિ નથી. મનુષ્યમાં તે છે. માટે જ મનુષ્યને ધર્મ આવશ્યક છે.
* શરદી અને તેના ઉપાયો જકાલ જેટલાં દરદો શરદીથી થાય છે તેટલાં દરદે બીજા
• કારણોથી નથી થતા. શરદી થવાનું કારણ પણ શરદી પોતે જ છે. આ દરદમાંથી જેણે બચવું હોય તેણે શરદીનું કારણ, શરદીનું સ્વરૂપ અને શરદી મટાડવાના ઉપાયો જાણવા જરૂરના છે.
જેના શરીરમાં શરીરને સ્વસ્થ રાખવા પુરતી ગરમી ન હોય તેને શરદી જલદી થાય છે. જેની જઠરાગ્નિ સારી હોય અને ખાધેલું પાચન થઈ જતું હોય તેને, આહાર વિહારની બીજી ભુલે જે તે ન કરે છે, શરદી ભાગ્યે જ થાય છે. વળી જેઓ ખાવા પીવામાં બહુ જ નિયમિત અને પરિમિત હોય છે, જેઓ સાદ, સાત્વિક અને સહેલાઈથી પચી જાય તેવો ખોરાક કાયમ લે છે અને જેઓ ઠંડી કે વર્ષાઋતુમાં શરીરનું ઠંડીથી કે વરસાદથી બરાબર સંભાળપૂર્વક રક્ષણ કરે છે તેઓ શરદીના રોગના ભેગ જવલ્લે જ થઈ પડે છે. શરીર