________________
[૮૮]
* :
અનુભવ-વાણું - ૨. વ્યવસ્થા અને સંભાળ-કપડાં, પુસ્તકે, બીજી બધી વસ્તુએ, ફરનીચર રાચરચીલું આ બધી ચીજે સાફ અને સ્વચ્છ રાખવી જોઈએ અને તેની નક્કી કરેલી જગ્યાએ એવી રીતે રાખવી જોઈએ કે જ્યારે જોઈએ ત્યારે તુરત જ ચીજ મળી શકે. નહીં તો શોધવામાં સમય જશે, મહેનત પડશે, કંટાળો આવશે અને ક્રોધ થશે.
સુંદર વ્યવસ્થા, સાચવણી અને સ્વચ્છતા, એ ઘરની શોભા છે; તેનાથી શાંતિ મળે છે.
૩. આરોગ્ય માટે ભૂખ કરતાં ઓછું ખાવું, ભૂખ ન હોય તે બિલકુલ ન ખાવું, દિવસમાં માત્ર બે વખત જ જમવું. ઘડીએ ઘડીયે વારંવાર કશું ન ખાવું. ચાલુ ભજન જમવું. મિષ્ટાન્ન, પફવાન, ફરસાણ કે બહારની બજારની ચીજો ન ખાવી. જે મળે તે આનંદથી ખાવું. ખાવાની લાલચ અનેક રીતે નુકસાનકારક છે. તેમાંથી અનેક અનર્થો ઉત્પન્ન થાય છે. જીભના સ્વાદ માણસને ગુલામ બનાવે છે અને તેનાથી નૈતિક પતન થાય છે.
વ્યસને અને આદત-આ પણ એક પ્રકારની ગુલામી અને પરાધીનતા છે, તેનાથી શરીર બગડે છે, મન આ વખતે તેના જ વિચામાં રહે છે, પૈસાની બરબાદી થાય છે, આબરૂ ઓછી થાય છે અને સમયને બેટો વ્યય થાય છે. સારે અને ધમ માણસ તે જ કહેવાય કે જેને કોઈપણ જાતનું વ્યસન ન હોય.
મનનું સ્વાસ્થ-શરીર નિગી ત્યારે જ કહેવાય કે જ્યારે મનને શરીર માટે કશે વિચાર પણ ન આવે અથવા શરીરની ચિંતા પણ ન રહેતી હોય. નિગી શરીરવાળામાં જ મનની શાંતિ ટકી શકે છે. સુખ, શાંતિ, સતિષ એ બધા મનની અવસ્થાનાં નામે છે. બહારની દુન્યવી વસ્તુઓ તો તેના નિમિત્તરૂપ છે. જેનામાં જ્ઞાન હોય, શ્રદ્ધા હોય, વિવેક હોય તે જ સાચું સુખ અને સંતોષ અનુભવી શકે છે. અને પુણ્યની પ્રાપ્તિ, સારા વિચાર, સારી ભાષા અને સારાં કાર્યોથી થાય