________________
હવાફેરનાં સ્થળે અને સ્થાને
[ ૧૭ ]
માંદગીમાં મૃત્યુ નજીક પહેાંચ્યા પછી સાજા થનાર શખ્સને બેચાર મહિનાના હવાફેર એ પુનર્જીવન છે. તેવા માણસાને માટે જે પુણ્યશાળી આત્મા આવા આરાગ્યભુવન બંધાવી લક્ષ્મીના સદુપયાગ કરે તેએ અનેકના અંતરના ધ્રુપા આશીર્વાદ અવશ્ય મેળવતા રહે છે. ખરી રીતે કહીએ તેા આ જીવતદાન અને વયાનું ઉત્તમ કા છે. આવા સ્થાનાના લાભ લેનારાએ શક્તિ મુજબ આવી સંસ્થાઓને દાન કરીને ખીલવવામાં મદદ કરે તે અનેક વધુ કુટુને લાભ મળી શકે.
(૭)
સ્વાસ્થ્ય
રીર એ જીવનનાં વાહન છે, શરીરવડે જીવનના બધા વ્યવહાર
છે;
તે પ્રત્યેક મનુષ્યની પવિત્ર અને મુખ્ય ફરજ છે.
શરીર નિરોગી અને સ્વસ્થ હોય તે। મન પણ પ્રફુલ્લિત અને આનંદમાં રાખી શકાય, શરીરના રોગ અને માંદગી મનને કાયમ ચિંતામાં રાખે છે અને સ્વભાવને ક્રોધી, ચીડીયા અને રીસાળ બનાવે છે. પરિણામે જીવનના આનંદ, શાંતિ અને સુખ ઊડી જાય છે.
શરીરને નિરોગી અને સ્વસ્થ રાખવા માટેના નિયમે છે જે દરેકે કાળજીપૂર્વક અને નિશ્ચયપૂર્વક બરોબર પાળવા જોઈએ. આ નિયમે શરીર તથા મનને તે માટેના છે અને તે માટેના પાળવા જરૂરના છે, કેમકે શરીર અને મન એક ખીજા સાથે નિકટનાં સંકળાએલાં છે. તે માટેના નિયમા નીચે મુજબના છે -
1
૧. નિયમિતતા–નિયત સમયે સૂઇ જવું અને જાગવુ. ભાજન, અભ્યાસ, ધર્મક્રિયા, વ્યાયામ અને દરરાજનાં બધાં કામેા માટે સમય નક્કી કરેલા હેાવા જોઇએ.