________________
[ ૧૮૬ ]
અનુભવ-વાણી
(૬)
હવાફેરનાં સ્થળો અને સ્થાના
આ.
જે એક પ્રશ્ન ખાસ વિચારણા માગે છે કે પરાપકારનાં કામો તપેાતાની જ્ઞાતિ, ધર્મ કે જાતિ માટે કરવા ? પ્રાદેશિક પ્રજા ( દા. ત. ગુજરાતી, મદ્રાસી. સિંધી ) માટે મર્યાદિત કરવા? કે સાર્વજનિક કરવા? અનુભવ એમ કહે છે કે દાન કરનારના મનની અને વિચારની જેવી ઉદારતા તેવા પરમાનાં કામેા કરવાની તેની ભાવના હોય છે. છતાં, દવાખાનાં, નિશાળેા, પુસ્તકાલયા અને ઉદ્યોગશાળાએ સૌને માટે હોય તે જ સારું. ધર્મસ્થાના, ધર્મશાળાએ પેાતાના ધર્મી ભાઈબહેન માટે હાવા જોઇએ. સાર્વજનિક ધર્મશાળાએ હિંદુ, મુસ્લીમો, પારસીઓ કે ખ્રિસ્તિ માટે અલગ અલગ હેાય. તે એટલા માટે સારું કે દરેક વર્ગની રહેણીકરણી, આહાર અને આદતા ભિન્ન ભિન્ન હોય છે. હવાફેરના સ્થાને ( સેનેટારીયમ કે આરોગ્ય ભુવન ) જાતિવાર જુદા હાય તે તે વધુ અનુકૂળ રહે છે.
હવાફેરનાં સ્થાને બંધાવનારનુ મુખ્ય ધ્યેય એ હોય છે કે જેએ ખર્ચ કરવાની સ્થિતિમાં ન હોય તેઓને આવા આરાગ્ય ભુવનના લાભ મળે, પરંતુ અત્યારના મેાંઘવારીના કાળમાં જગ્યાનુ માસિક ભાડુ રૂા. ૩૦ થી ૫૦ હાય, રૂા. ૫ થી ૧૦ બત્તી ખર્ચના, શ. પ ઝાડુવાળાના, રૂ।. ૫ વાસણ પાગરણના મરામતના દર મહિને લાગતા હાય છે. એટલે શ. ૨૦૦ સુધી કમાનારને માટે આટલા ખર્ચ પરવડે જ નહિ, તેને જરૂર હાય તે। દેવું કરીને પણ આટલા ખર્ચ કરે તેા જ માંદાને તે હવાફેર કરાવી શકે. બાકી મોટા ભાગે તેા સારું કમાતા હાય અથવા જેએ શ્રીમંતા હાય તેએ જ આવા સ્થળે હવાફેર માટે જઈ શકે. પારસી કામ માટે તે મુંબઈ, લોનાવલા, માથેરાન, પુના અને દેવલાલીમાં એવાં રથાના છે કે જ્યાં માસિક રૂા. ૫ કે ૧૦ માં બધી સાધનસામગ્રી સાથેનાં મકાન તેઓને મળી શકે છે.