________________
ધર્મ અને આરોગ્ય
[ ૧૮૫] આ અનારેય શારીરિક અને માનસિક બંને પ્રકારનું હોય છે. તેના મૂળમાં વિહ્વળતા, ઉત્પાત, ઉદ્વેગ, અશાંતિ, શંકાશીલતા અને વ્હીકણપણું હોય છે. આ બધા માનસિક રોગે છે. તે શરૂઆતમાં બહુ ઓછા પ્રમાણમાં હોય છે પણ ક્રમે ક્રમે એટલી હદે વધી જાય છે કે જીવનમાં કશે સાર રહેતો નથી અને જીવન કંટાળારૂપ બની જાય છે. આ બધાનું મૂળ કારણ આપણે સ્વભાવ અથવા પ્રકૃતિ હોય છે. | બધા પ્રાણીઓમાં મનુષ્યને જ બુદ્ધિની બક્ષિસ મળેલી છે. બુદ્ધિના સારા અને નરસા એમ બે પ્રકારના ઉપયોગ થઈ શકે છે. તેને આધાર કેળવણી અને સંસ્કાર ઉપર છે. કેળવણી અને સંસ્કાર આપવાનું કામ માતા, પિતા, ગુરુ કે ધર્મગુરુનું છે. તેઓ જે ગુણવાન અને ચારિત્ર્યવાન હોય તે બાળકને જન્મથી અને બાળપણથી સારી ટેવો અને સારા સંસ્કારે પાડે છે. બાળક એ માબાપનું પ્રતીક કે પ્રતિબિંબ છે. જે બાળક સારું હોય તેના માબાપ સંસ્કારી હોય જ. ખરાબ સંતાને હોય તે તેને માટે જવાબદાર માબાપે જ છે.
એટલે શારીરિક કે માનસિક આરોગ્ય અને સુખાકારી મેળવવા હોય તે ધર્મ, ધર્મક્રિયા, ધર્મનો અભ્યાસ, વતનિયમે, ધર્મનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન-એ બધા સરળ અને સહજપ્રાપ્ય સાધન છે. અતિરેકથી આરોગ્ય બગડે છે અને અતિરેક અટકાવવા માટે ત્યાગ, સંયમ, તપ, જપ, ગ, ધ્યાન અને ધર્મક્રિયા, અમોઘ અને રામબાણ ઉપાય છે. જેઓ ધર્મકરણી, દર્શન, પૂજા, ભક્તિ, અર્ચન, કીર્તન, વાંચન, ઉપવાસ, વ્રત-નિયમે કરે છે તેને ભાગ્યે જ માંદગી આવે છે. તેઓને નિદ્રા પણ સારી આવે છે, ખાધું પણ પચે છે, ભૂખ પણ સારી લાગે છે અને મનની શાંતિ પણ સારી રહે છે. તેઓ સંતોષી બને છે અને સાદું જીવન જીવે છે. તેમને નથી ઉત્પાત કે નથી ભય. તેઓ ધ્રુવની જેમ સ્થિર જીવન જીવે છે. આ અનુભવની વાત છે. અનુભવથી તેની પ્રતીતિ થઈ શકે. માટે આરોગ્ય મેળવવું હોય તે ધર્મનું શરણ સ્વીકારે.