________________
[૧૮૪]
અનુભવ-વાણી પરિણામે સમાજને તેમની બુદ્ધિને, શક્તિને કે હોદ્દાને લાભ મળી શકતો નથી. તેમ તેઓને પિતાને પણ ધર્મ, ધર્મગુરુ. ધર્મોપદેશ કે ધર્મક્રિયાને લાભ મળી શકતો નથી. આ રીતે બન્ને વચ્ચે અંતર વધતું જાય છે, પરિણામે તેમની સંતતિ પણ ધર્મના સંસ્કારથી વંચિત રહે છે. આ પરિસ્થિતિ ગંભીર કહેવાય. તેનાથી બંને પક્ષને હાનિ પહોંચે છે.
શિક્ષિત વર્ગ પૈકી જેઓ બહુ જ વ્યવસાયી અને કામકાજમાં બહુ સમય ગુંથાયેલા રહે છે તેઓના જીવનનો ઊંડો અભ્યાસ કરતાં મોટા ભાગે એવું જોવા મળે છે કે –
૧. તેઓને કામને બજે, કામની ચિંતા અને કામની પ્રવૃત્તિ એટલી બધી રહે છે કે તેને લઇને તેઓને સ્વભાવ ક્રોધી, ચીઢી અને ઉતાવળી થઈ જાય છે. તેનામાં ભય, શોક અને અશાંતિ બહુ હેય છે. આ બધાની શરીર, સ્વભાવ અને આરોગ્ય ઉપર બહુ વિપરીત અસર થાય છે. ખાધું પચતું નથી, ઊંઘ આવતી નથી. શાંતિ મળતી નથી અને આનંદને તે અનુભવ પણ થતો નથી. પરિણામે અજીર્ણ કે કબજીયાત, હરસ કે મસા, વાયુ,કેપ, લોહીનું છું કે અધિક દબાણ, હૃદયરોગ, કંપવા–સંધિવા, શૂળ, ચક્કર, આમાંથી એક કે વધુ દર્દીથી તેઓ પીડાય છે. દવાનું સેવન તેઓને રેજનું રાખવું પડે છે, અને વૈદ્ય ડૉકટરને આવકને અમુક હિસ્સો પ્રતિમાસ ફરજીઆત આપવો પડે છે.
૨. શરીરની પ્રકૃતિ જ્યારે આવી રહેતી હોય ત્યારે માણસોને કોઈની સાથે બેલવું, બેસવું કે આનંદ કરે–એમાંનું કશું ગોઠતું નથી. કુટુંબના માણસો સાથે પણ તેઓને આનંદ આવતો નથી. આ રીતે ધીમે ધીમે તેઓ એકાંતમાં અટુલું જીવન ગાળવાનું અને ફુરસદના સમયે માત્ર છાપા કે ઈતર વાંચન કરવાનું વધુ પસંદ કરે છે. આવા ઘણુ મનુષ્ય આ પ્રકારનું જીવન જીવી રહ્યા છે. શિક્ષિત વર્ગ સિવાયના પણ ઘણા ધંધાદારીઓ અને કર્મચારીઓ, દલાલે અને વકરાવાળાઓ એવા હેય છે કે જેઓની પ્રકૃતિ આ પ્રકારની હેય છે. તેઓ પણું આવી પડા ભોગવતા હોય છે.
'