________________
વેપારીઓએ શીખવાનો બેધપાઠ 4
[ ૧૩૭] વધતા જતા હોય એટલે વેપારીને લેભ વધે અને વધુ મેટે વેપાર કરવા લલચાય. અને નાણાં ધીરનારા મળતા હોય એટલે ઉછીના નાણું લઈને વેપાર વધારતો જાય અને એ રીતે ધંધાનું જોખમ વધતું જાય અને ગજા ઉપરાંત વેપાર વધતો જાય. હદ કરતાં ભાવ વધુ વધે એટલે સાચી ઘરાકી ઓછી થતી જાય અને છેવટે વેપારી વેપારી વચ્ચે પણ માલની લેવેચ ઘટતી જાય છે.
નાણુની આંટ, લેવડદેવડ અને ભરજર થતી હોય ત્યાં સુધી વહેવાર ચાલ્યા કરે, પણ જ્યારે માલનું વેચાણ થાય નહી ત્યારે ઉદ્યરાણી આવે નહી એટલે લેણાવાળાને સમયસર પઇસા આપી ન શકાય. એટલે કાં તો માલ નુકશાનીથી વેચી નાણું છૂટું કરી માગનારને ચૂકવવું જોઈએ અથવા તે શરાફ અને મુલતાનીની હુંડીઓ ઊંચા વ્યાજે લેવાનું ચાલુ રાખવું જોઈએ. એક વખત આ નાગચૂડમાં ફસાયા પછી તેમાંથી નીકળવું કે તદ્દન મુક્ત થવું વેપારી માટે બહુ જ મુશ્કેલ અથવા તદ્દન અશક્ય બને છે. હુંડીની સામે એક સાથે મોટી રકમ આવે તે વખતે સારી લાગે અને તુરત ઉપયોગમાં આવી જાય. પણ પાકતી મીતીએ ભરવાની હોય તે વખતે મોટી રકમ ભેગી કરવી બહુ જ મુશ્કેલ હોય છે. કાં તે દિવસે અગાઉથી ડી ડી કરીને ભેગી કરવી પડે અને વ્યાજની કસર ખાવી પડે. રકમ પાછી આપવાના સંજોગો ન હોય એટલે ફરજયાત જૂની હુંડી ભરપાઈ કરી આપીને નવી લેવી જ પડે. આ સાણસામાં એક વખત સપડાયા પછી તેમાંથી કોઈ દિવસ છૂટાતું નથી.
એટલે પારકાના નાણાના જોરે વેપાર કરવો, ગજા ઉપરાંત વેપાર કરવો, સંજોગોને ખ્યાલ રાખ્યા વિના આંખ મીંચીને દીર્ધદષ્ટિ રાખ્યા વિના વેપાર કરે તે આદત, વેપાર અને વેપારીની પાયમાલીનું મુખ્ય કારણ છે અને જેઓ આ બાંધી મુદતની હુંડીઓના નાણુંથી વેપાર કરે છે તેઓને મુશ્કેલી અને મંદીના સમયે સૌથી વધુ સહન કરવું