________________
[ ૨૧૮ ]
( ૭ )
ક્રોધવશ ધમધમ્યા !
અનુભવ-વાણી
જીવ ! તારી બુદ્ધિ અને સમજશક્તિની તું જરા કસોટી તે કરી જો કે તે બુદ્ધિ વ્યવહારૂ છે ! તારા દેહ અને ઇંદ્રિયાની સ્વચ્છતા માટે, તારા વસ્ત્રો અને બહારની ટાપટીપ માટે તું જેટલેા સાવધાન રહે છે તેટલે સાવધાન તું તારા મનની, તારી વૃત્તિએની, તારા વિચારાની અને તારી લાગણીઓની સ્વચ્છતા અને પવિત્રતા માટે રહે છે ખરા ! શરીરને કે કપડાંને તે ધોઈ નાખીને સહેલાઇથી સ્વચ્છ કરી શકાય છે. પરંતુ મનની મલીનતાને કાઢી નાખવી તે બહુ સહેલુ નથી. માટે મનને મેલું થવા ન દે. તેને માટે સતત કાળજી રાખ અને તેની તકેદારી રાખ !
માયા, મમતા, અભિમાન, ક્રોધ, ઈર્ષ્યા, કપટ, લેાભ, દ્વેષ પ્રમાદ વગેરે કેટલા બધા દોષાના ડાઘ તારા મનને લાગેલા છે તેને તું જરા ખ્યાલ તા કર ! તે બધા ડાધ તેં તારી બેદરકારીથી લાગવા દીધા છે. તુ મેલા બન્યા છે, છતાં તું તેને બહારના ઉજળા કપડાથી, વાણીની મિઠાશથી, ધનથી, વૈભવથી કે થાડા ઘણા દાનથી તારી જાતને સ્વચ્છ દેખાડવા પ્રયત્ન કરી રહ્યો છે. આ પણ તારી પામરતા અને અજ્ઞાનતા છે. આ એક પ્રકારના દંભ જ છે. મનની મલીનતા એ જ પાપ છે. એ પાપવડે જ તું અધોગતિને પામે છે. માટે વિચાર !
ક્રોધને જ્ઞાનીઓએ ઉગ્ર અગ્નિ કહ્યો છે. તે પેાતાને અને ખીજાએને બન્નેને બાળે છે. મળ્યા પછી કાં તેા કાળાશ રહે અથવા તે તેની રાખ થાય. જે ક્રોધ કરે છે તેના ચહેરા ઉપર પ્રથમ લાલાશ અને પછી કાયમની કાળાશ હવાઇ રહે છે; તેની નસા અને નાડીએ ખેચાને ઢીલી પડે છે; તેના હૃદયના ધબકારા એકદમ વધી જાય છે; અને મગજ ઉપર લાહીના દબાણથી ગરમી ચઢી જાય છે. ક્રોધીને