________________
શરીર, બુદ્ધિ અને મન
*
[ ૨૧૭ ] વિકાસ ક્રમે ક્રમે શરૂ થાય છે. શરીરને જેમ વહેલા વિકાસ શરૂ થાય છે તેમ અમુક પાકટ ઉંમર થાય પછી તેના વિકાસ થતા સૌ પ્રથમ અટકી જાય છે. પણ બુદ્ધિ અને મનને વિકાસ તે શરીર અટકી ગયા પછી પણ ઘણા લાંબે સમય ચાલુ રહે છે. બુદ્ધિ અને મનની શક્તિની ગૃહણ શક્તિ અને ધારણા શક્તિ શરીર જ કે શિથીલ થઈ જવા છતાં બહુ લાંબે સમય ચાલુ રહે છે. તેથી તેા એમ કહેવાય છે કે જુવાનીમાં જોર અને શરીર બળ વધારે હાય છે અને પીઢ અવસ્થામાં બુદ્ધિની પ્રબળતા વધુ હોય છે. પીઢ અનુભવી માણસની સલાહ અને દોરવણી સૌથી વધુ લાભકારક નીવડે છે.
ધાતુને જેમ વધુ ટીપીને નરમ કર્યા પછી જ તેના ઉપર અનેક નકશી અને આકર્ષીક કેાતરકામ થઇ શકે છે તેમ શરીર, બુદ્ધિ અને મનને સુંદર કાર્યાં, સારા વિચારી અને કલ્યાણકારી ભાવનાઓથી ધડવામાં આવે તે તેમાંથી લાવણ્ય, રૂપ, સિદ્વચાર અને સદ્ભાવનાના ઝરા એવા વહેવા માંડે છે કે વનપથને બન્ને આરે અને કિનારે સુગંધી પુષ્પાની સુવાસ ચેામેર બહેકી ઉઠે છે.
શરીરની સુંદરતા પરોપકારનાં કાર્યો કરવામાં છે. બુદ્ધિની સુંદરતા જ્ઞાન મેળવવામાં અને ખીજાતે જ્ઞાન આપવામાં છે. મનની સુંદરતા ઉત્તમ પ્રકારની ભાવનાએને પાષવામાં અને જગતનું કલ્યાણ કરવામાં છે. આ પ્રકારનું જીવન જે કાષ્ટ જીવે તેને આ વનમાં પણ અવશ્ય સુખ મળે છે અને પરભવમાં પણ સુખ જરૂર મળે છે એમ શાસ્ત્ર વચન પ્રમાણ છે.