________________
[ ૨૧૬ ]
અનુભવ-વાણી
હાઈ શકે કે બન્ને ખોટી પણ હોઈ શકે. જે સાપેક્ષવાદના સિદ્ધાંત સમજે છે, સ્વીકારે છે અને જેઓને તેમાં સંપૂર્ણ શ્રદ્ધા છે તેએ એમ કહી શકે છે અને કહે છે કે અમુક અપેક્ષા કે દ્રષ્ટિએ ઉત્પત્તિ સ્થિતિ કે લય–અથવા જન્મ, જીવન અને મૃત્યુ-એ નિયમને આધીન આખું જગત છે. બીજી અપેક્ષાએ એમ પણ કહી શકાય કે જગતમાં કોઈપણ મૂળભૂત તત્ત્વ સદ ંતર રીતે નવું ઉત્પન્ન થતું નથી કે સદ ંતર તેને નાશ પણ થતા નથી. મૂળ દ્રવ્ય અવિનાશી છે. તેના ગુણા અને સ્વભાવ પણ સ્થાયી છે. તેની ઉત્પતિ પણ થતી નથી કે તેને નાશ પણ થતા નથી. પણ તે દ્રવ્ય અને તેના ગુણામાં ફેરફાર થયા કરે છે. આ ફેરફાર એટલે પિરવર્તન; પરિણમન કે તેમાં થતી ક્રિયા કે ગતિ. આ પ્રકારના પરિણમનને લેાકેા વિકાસવાદનું નામ આપે છે. બીજી રીતે તેને ધટાવીએ તે એમ કહી શકાય કે ભુતકાળના મંડાણ ઉપર વર્તમાન કાળની ક્રિયા ચાલે છે અને વર્તમાન કાળની ક્રિયાનું પરિણામ ભવિષ્ય કાળમાં અમુક પ્રકારે બનવાનુ છે. આ નિયમ ત્રિકાળ–અબાધિત છે. તેને કાઈ ફેરવી શકે તેમ નથી. અને બુદ્ધિ તેને સ્વીકાર કરે છે.
આ વસ્તુ સમજવી કાઈ ને માટે મુશ્કેલ નથી. જેએ આટલી સમજ ધરાવે તેઓનું જીવન અને વન સારૂ અને છે અને તેની રહેણી કરણી પણ ઉત્તમ પ્રકારની થાય છે. પરંતુ જે બુદ્ધિને ઉપયેાગ ન કરે તેને જ્ઞાન થતું નથી. સાચા જ્ઞાનવડે જ ધર્મ, અર્થ, કામ અને મેાક્ષની પ્રાપ્તિ સરળ થઈ શકે છે.
સાચી સમજ, સાચું જ્ઞાન અને સાચી વિચારણા જેને હોય તે જ જગતમાં ઉત્તમ મનુષ્ય ગણાય છેઃ પછી ભલે તે બાળક હોય, સ્ત્રી હોય કે પુરુષ હાય.
બાળક જન્મે છે ત્યારે તેને શરીરની સાથે જ મુખ્ય સબંધ હાય છે. તેની ખુદ્ધિ કે મનની શક્તિ તેા માત્ર બીજ સ્વરૂપે અણુવિકસિત રહેલી હેાય છે. પાંચ વર્ષની ઉંમર સુધી તેના શરીર અને પાંચ ઇન્દ્રિયાના જ ઝડપી વિકાસ થાય છે. તે પછી બુદ્ધિ અને મનના