________________
શરીર, બુદ્ધિ અને મન
વિ
( ૬ )
શરીર, બુદ્ધિ અને મન
[ ૨૧૫ ]
ધના ક્રમમાં આરાહ અને અવરાહ થયા જ કરે છે. આરાહ
એટલે ચઢવું અથવા ઉન્નતિ, અવરાહ એટલે ઉતરવું કે પડવું; અથવા અવતિ કે પડતી. જડ અને ચેતન એ બન્નેમાં આ નિયમ લાગુ પડે છે અને તે નિયમ સંસારમાં અને વ્યવહારમાં પણ અનુભવવામાં આવે છે, જગતના મોટા ભાગના લે આ પ્રમાણે મેાતાની આસપાસ બનતું જુએ છે અને તેથી તેએ આ પ્રમાણે માને છે. આવા લેાકેા આ પ્રકારની માન્યતાથી જેમ ઘણી વખત નિરાશાવાદી બની જાય છે તેમ કેટલાએક લેાકેા તેને ભાગ્ય અથવા નસીબના ખેલ સમજી ગમે તેવા દુખમાં કે મુશ્કેલીમાં પણ ધીરજ અને શાંતિ રાખી વન વતા હેાય છે. તેઓ માને છે કે જે બનવાનું હોય તે બને જ છે; માટે તેના અસાસ કે બળાપા ન કરવા. આવા લેાકેા સારા સમય ફીતે આવશે એ આશાથી જીવન જીવે છે.
કેટલાએક સમયથી વિકાસવાદની માન્યતા યુરોપ અને અમેરિકા જેવા દેશમાં ઘણાય લેાકા ધરાવત! થયા છે. તેએ એમ માને છે કે વ્યક્તિ, સમાજ અને આખુ જગત દિનપ્રતિદિન વધુને વધુ પ્રગતિ અને વિકાસ સાધી રહેલ છે. અને જેમ વિકાસ વધુ તેમ સુખના સાધના પણ વધતા જાય છે અને પરિણામે માણસાના શરીર વધુ તંદુરસ્ત અને નિરોગી બનતા જાય છે; બુદ્ધિની ખીલવણી પુર જોસમાં અને ત્વરિત થતી જાય છે; અને મનની અનેક પ્રકારની શક્તિઓના વિકાસને પ્રત્યક્ષ અનુભવ થતા જોવામાં આવે છે.
આ રીતે દુનિયા એ પ્રકારની માન્યતામાં વહેંચાઇ ગઇ છે. આમાં કઈ માન્યતા સાચી છે અને કઈ માન્યતા ખોટી છે એને નિય કરવા મુશ્કેલ છે. બન્ને માન્યતા સત્ય પણ હોઈ શકે, અ સત્ય પણ