________________
ફોધવશ ધમધ!
[૧૯]
ખાધું પચતું નથી. તેને ખોરાક બળીને ખાખ થવાથી તેનું લેહી થતું નથી. ચહેરાને અને શરીરના તૂરતેજ કે કાંતિ રહેતાં નથી. તેની આંખે ઊડી જાય છે, કાન બહેરા થાય છે, નાક બેડોળ થાય છે અને જીભને સ્વાદ લાગતો નથી. તેને અવાજ ઘોઘરે અને કઠોર બની જાય છે. કોંધી માણસને હૃદયરોગ, મગજની બિમારી, લેહીનું બાણ, અપ, અનિદ્રા, અશાંતિ, કંપવા, સંધીવા, નબળાઈ– આવી બધી માંદગી સહજ આવે છે અને તેનું મન સદાય ઉદ્વેગથી પ્લાન અને ખિન્ન રહ્યા કરે છે. ક્રોધી માણસ સાથે કોઈ બેસવા, વાતચીત કરવા કે સંબંધ રાખવા પણ રાજી હોતું નથી. ક્રોધીને કઈ સાચો મિત્ર કે સાચો સાથી હોતો નથી. સ કોઈ તેને તિરસ્કાર કરે છે. ઘરનાં કે કુટુંબનાં માણસ, પાડોશીઓ કે સગાંસંબંધીઓ પણ તેની સાથે પ્રેમ રાખતા નથી અને તેનાથી દૂરના દૂર રહે છે. આવું જીવન કેને ગમે ! ક્રોધ અને ક્રોધનું પરિણામ આટલું બધું ખરાબ આવે છે. તેનાથી લેશમાત્ર લાભ તો થતો જ નથી; પણ નુકસાન અનેકગણું થાય છે. આટલી વાત જે કઈ સમજે કે જાણે તે જે ડાહ્યો કે સમજુ માણસ હોય તો તુરત પ્રતિજ્ઞા જ કરે કે આજથી કદિપણ ક્રોધ કરીશ નહિ. ક્રોધને આવેશ કદાચ આવશે તે આંખે બંધ કરીને પ્રભુનું નામ જપીશ, મૌન રહીશ, સામા માણસની બુદ્ધિની દયા ચિંતવીશ. મને નુકસાન કરનાર, મારું અપમાન કરનાર કે મને કટુ વચન કહેનારને હું ક્ષમા આપીશ અને સામેથી તેની માફી માગીશ. જે કઈ આટલું શીખે અને કરે તેનું મન નિર્મળ બને છે, ચિત્ત પ્રસન્ન રહે છે, આત્માને સુખ અને આનંદ થાય છે અને પરમ શાંતિ મળે છે. આ છે ધર્મ અને ધર્મનું સાચું સ્વરૂપ. ધર્મને સાચા અર્થમાં સમજવો જોઈએ અને સમજ્યા પછી તે મુજબનું આચરણ કરવું જોઈએ. આચરણ વિનાનું જ્ઞાન તે જ્ઞાન જ નથી. ક્રિયાને સાચો અર્થ એ જ છે કે જે કાંઈ સાચું સમજ્યા, જે કાંઈ શ્રદ્ધાથી સાચું માન્યું તેને શ્રદ્ધાથી આદરવું અને આચરવું. તેમાં જે પ્રમાદ